<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

એલેક્ઝેન્ડર જ્વેરેવને યુએસ ઓપન 2026માં પ્રથમ રાઉન્ડની મેચમાં બિનક્રમાંકિત ખેલાડી સામે જીતવા લાગ્યા ‘5 કલાક’

જ્વેરેવ એ સોનેગોનાં અપસેટ સર્જવાના પ્રયાસથી બચતા 4 કલાક 52 મિનિટ સુધી ચાલેલ આ રોમાંચક મેચમાં 6-4, 3-6, 6-7(7), 7-5, 6-4થી જીત મેળવી

 

એલેક્ઝેન્ડર જ્વેરેવને યુએસ ઓપન 2026માં પ્રથમ રાઉન્ડની મેચમાં લગભગ હારનો સામનો કરવો પડ્યો હોત. ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન અને ટોપ સીડ જ્વેરેવને બિન-ક્રમાંકિત સોનેગો સામે જીતવા માટે લગભગ 5 કલાક મહેનત કરવી પડી હતી. જ્વેરેવ એ સોનેગોનાં અપસેટ સર્જવાના પ્રયાસથી બચતા 4 કલાક 52 મિનિટ સુધી ચાલેલ આ રોમાંચક મેચમાં 6-4, 3-6, 6-7(7), 7-5, 6-4થી જીત મેળવી હતી.

મહિલા કેટેગરીમાં એલેના રાયબકિના અને કોકો ગૉફ સીધા સેટમાં જીતી બીજા રાઉન્ડમાં પહોંચી હતી. બીજી સીડ રાયબકિનાએ કેલિફોર્નિયાની 17 વર્ષીય ખેલાડી થિયા ફ્રોડિનને 6-3, 6-2થી હરાવી હતી. ચોથી સીડ ગૉફે જેનિપ સોનમેજને 6-3, 6-4થી મહાત આપી હતી. પાંચમી સીડ મારિયા એન્દ્રીવાએ ઈન્ડોનેશિયાની જેનિસ જેનને 6-2, 6-2થી મહાત આપી હતી. જ્યારે 17 વર્ષીય એલેક્સ માઈલા એ મૈરી એસ્તોઈયાનાને 6-1, 6-2થી હરાવી હતી.

 

મહિલા સિંગલ્સમાં 12મી સીડ બેલિન્ડા બેનકિક અપસેટનો શિકાર બની હતી. તેને કઝાકિસ્તાનની બિનક્રમાંકિત ખેલાડી યૂલિયા પુતિનસેવાએ 4-6, 7-5, 6-3થી હરાવી. મેડિસન કિઝ સીધા સેટોમાં જીતી આગળ વધવામાં સફળ રહી હતી. ગેલ મોનફિલ્સે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ડેનિયલ વેલેજોને 2-6, 6-1, 6-2, 6-0થી હરાવ્યો. તેમણે 40માં જન્મદિવસને યાદગાર બનાવવા ઉપરાંત વર્ષનાં અંતિમ ગ્રાન્ડ સ્લેમમાં મેચ જીતનાર સૌથી ઉંમરલાયક ખેલાડીની સિદ્ધિ પણ હાંસલ કરી.

(1:21 AM IST)