તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Sunday, 19th April 2026
અજિંક્ય રહાણેના નામે આઈપીએલનો શરમજનક રેકોર્ડ: પાર્થિવ પટેલનો વર્ષો જૂનો કીર્તિમાન તોડ્યો
રાજસ્થાન સામેની મેચમાં આઉટ થતાની સાથે જ રહાણેએ પાર્થિવ પટેલ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા

કોલકાતા નાઈટ રાઈડર્સના વર્તમાન કેપ્ટન અજિંક્ય રહાણેના નામે આઈપીએલનો એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. તે દેશની પ્રતિષ્ઠિત લીગમાં ઓપનર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. 37 વર્ષીય રહાણે પહેલા આ અનિચ્છનીય શરમજનક રેકોર્ડ ભારતના જ પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલના નામે નોંધાયેલો હતો, જે આઈપીએલમાં ઇનિંગની શરૂઆત કરતા 11 વખત શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો.
ત્રીજા સ્થાને બે ખેલાડીઓના નામ આવે છે. આ બંને ખેલાડી શિખર ધવન અને ગૌતમ ગંભીર છે. ધવન અને ગંભીર ઇનિંગની શરૂઆત કરતા અનુક્રમે 10-10 વખત શૂન્ય પર આઉટ થયા છે. ત્યારબાદ ચોથો ખેલાડી ડેવિડ વોર્નર છે. વોર્નર આઈપીએલમાં ઓપનર તરીકે નવ વખત શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો છે.
આઈપીએલમાં ઓપનર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ:
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
