News of Friday, 13th November 2026
ક્રિકેટના મેદાન બાદ હવે પ્રેમની પીચ પર અર્શદીપની સિક્સર!
ન્યૂઝીલેન્ડની ધરતી પર ઘૂંટણિયે બેસીને સમરીન કૌરને કર્યું પ્રપોઝ, ૧૧-૧૧-૨૦૨૬ના યાદગાર દિવસે સગાઈની જાહેરાતથી ચાહકોમાં ખુશીની લહેર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના યુવા અને -તિભાશાળી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાની જિંદગીની નવી ઇનિંગ્સનો પ્રારંભ કર્યો છે. ક્રિકેટના મેદાન પર પોતાની ઘાતક બોલિંગથી બેટ્સમેનોને પરેશાન કરનાર અર્શદીપ હવે પ્રેમની ઇનિંગ્સને લઈને ચર્ચામાં આવ્યો છે. તેણે પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સમરીન કૌર સાથે સગાઈ કરી લીધી છે.
અર્શદીપે ન્યૂઝીલેન્ડની ધરતી પર અત્યંત રોમેન્ટિક અંદાજમાં સમરીનને પ્રપોઝ કર્યું હતું. સામે આવેલી તસવીરોમાં અર્શદીપ ઘૂંટણિયે બેસીને સમરીનને વીંટી પહેરાવતો જોવા મળે છે. આ ખાસ ક્ષણની તસવીરો બંનેએ સોશિયલ મીડિયા પર શેર કરતાં જ ચાહકોમાં ખુશીની લહેર ફરી વળી હતી.
ખાસ વાત એ છે કે બંનેએ ૧૧-૧૧-૨૦૨૬ના યાદગાર દિવસે પોતાની સગાઈની જાહેરાત કરી હતી. તસવીરો સાથે બંનેએ લાગણીસભર સંદેશો પણ લખ્યો હતો કે, જીવન આપણને જે કંઈ આપી શકયું હોત તેમાં સૌથી વધુ ખુશીની વાત એ છે કે તેણે આપણને એકબીજાનો સાથ આપ્યો છે. હવે આખી જિંદગી સાથે વિતાવવાની છે. આ સાથે ઁહાય ફિયાન્સેઁ લખીને સગાઈની ખુશી વ્યક્ત કરી હતી.
અર્શદીપ અને સમરીનના સંબંધોની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. જોકે, જુલાઈ મહિનામાં અર્શદીપે સમરીન સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાના સંબંધો જાહેર કર્યા હતા. ત્યારબાદ બંનેની જોડી ચાહકોમાં લોકપ્રિય બની હતી.
સમરીન કૌર મનોરંજન જગત સાથે સંકળાયેલી અભિનેત્રી અને મોડેલ છે. તે અનેક પંજાબી મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. આ ઉપરાંત બોલિવૂડ ફિલ્મ ઁ૮૩ઁમાં પણ અભિનય કરી ચૂકી છે. હવે અર્શદીપ અને સમરીનની સગાઈના સમાચાર સામે આવતા ક્રિકેટ-ેમીઓ સહિત સોશિયલ મીડિયા પર ચાહકો બંનેને નવા જીવનની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
