<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

પંતની પસંદગીથી એબી ડી વિલિયર્સ હેરાન

પણ ૩૩ વર્ષીય સારાંશ જૈનને તક મળતાં વ્‍યક્‍ત કરી ખુશી

 

નવી દિલ્‍હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ વિસ્‍ફોટક બેટ્‍સમેન અને ક્રિકેટ જગતમાં મિસ્‍ટર ૩૬૦ ડિગ્રી' તરીકે જાણીતા એબી ડી વિલિયર્સે તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્‍ટાર વિકેટકીપર-બેટ્‍સમેન ઋષભ પંતની ટીમમાં પસંદગીને લઈને આヘર્ય વ્‍યક્‍ત કર્યું છે, જ્‍યારે બીજી તરફ ૩૩ વર્ષીય ઓલરાઉન્‍ડર સારાંશ જૈનને ભારતીય ટીમમાં તક મળવા પર ખુશી જાહેર કરી છે.

ડી વિલિયર્સના જણાવ્‍યા મુજબ, પંતની વર્તમાન ફોર્મ અથવા ટીમ કોમ્‍બિનેશનના આધારે તેની પસંદગી થોડી ચોંકાવનારી છે. જોકે, તેમણે પંતની ક્ષમતા અને મેચ-વિનિંગ ક્ષમતાની પ્રશંસા પણ કરી હતી.

૩૩ વર્ષની ઉંમરે સ્‍થાનિક (ડોમેસ્‍ટિક) ક્રિકેટમાં સતત સારા પ્રદર્શન બાદ સારાંશ જૈનને ભારતીય ટીમમાં સ્‍થાન મળ્‍યું છે. ઉંમર માત્ર એક આંકડો છે અને મહેનતુ ખેલાડીને જ્‍યારે તેની યોગ્‍ય ક્ષમતા માટે તક મળે છે ત્‍યારે ખૂબ જ આનંદ થાય છે.

ડી વિલિયર્સે માન્‍યું કે ભારતીય સિલેક્‍ટર્સ હવે માત્ર યુવા ખેલાડીઓ પર જ નહીં, પરંતુ સ્‍થાનિક ક્રિકેટમાં સતત સારો દેખાવ કરનાર અનુભવી ખેલાડીઓને પણ મહત્‍વ આપી રહ્યા છે, જે એક સકારાત્‍મક સંકેત છે.

સારાંશ જૈન જેવા ખેલાડીઓ બતાવે છે કે ડોમેસ્‍ટિક ક્રિકેટમાં કરેલી સખત મહેનત ક્‍યારેય એળે જતી નથી. પંતની પસંદગી ચોક્કસપણે ચર્ચાનો વિષય છે, પરંતુ તે ભારત માટે હંમેશા એક્‍સ-ફેક્‍ટર રહ્યો છે.(

(3:29 PM IST)