<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

ક્રિકેટ ઇતિહાસમાં અનોખી ઘટનાઃ ૧૫ વર્ષના ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી માટે ઇંગ્‍લેન્‍ડમાં રાખવામાં આવશે અલગ ડ્રેસિંગ રૂમ

આઇસીસીના કડક પ્રોટેક્‍શન નિયમોને કારણે લેવાયો નિર્ણયઃ સગીર વયના ખેલાડીઓની સુરક્ષા અને પ્રાઇવસી માટે વિદેશ પ્રવાસ પર વિશેષ વ્‍યવસ્‍થા કરાશે

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટના ઊગતા સિતારા અને માત્ર ૧૫ વર્ષની નાની ઉંમરે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ધૂમ મચાવનાર વૈભવ સૂર્યવંશી આગામી ઇંગ્‍લેન્‍ડ -વાસ દરમિયાન ચર્ચાના કેન્‍દ્રમાં રહેશે. જોકે, આ વખતે ચર્ચા માત્ર તેની શાનદાર બેટિંગની જ નહીં, પરંતુ તેના માટે કરવામાં આવેલી એક અનોખી વ્‍યવસ્‍થાની પણ છે. આગામી પ્રવાસમાં વૈભવ સૂર્યવંશી માટે બાકીના સિનિયર ખેલાડીઓથી અલગ ડ્રેસિંગ રૂમની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. આઇસીસી અને સ્‍થાનિક બાળ સુરક્ષા કાયદાના કડક પ્રોટોકોલને કારણે આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્‍યો છે. વૈભવ હજી સગીર (માઇનર) હોવાથી આંતરરાષ્‍ટ્રીય રમતગમતના નિયમો અનુસાર તેની સુરક્ષા અને પ્રાઇવસીનું વિશેષ ધ્‍યાન રાખવું ફરજિયાત છે.  આઇસીસી અને યુકના ચાઇલ્‍ડ પ્રોટેક્‍શન ગાઇડલાઇન્‍સ (બાળ સુરક્ષા નિયમો) મુજબ, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓને પુખ્‍ત વયના (એડલ્‍ટ) ખેલાડીઓ સાથે કોમન ડ્રેસિંગ રૂમ કે શાવર એરિયા શેર કરવાની મંજૂરી મળતી નથી. આથી, ઇંગ્‍લેન્‍ડના મેદાનો પર મેચ દરમિયાન વૈભવ માટે એક સ્‍પેશિયલ અલગ ચેન્‍જિંગ અને ડ્રેસિંગ રૂમ ફાળવવામાં આવશે, જ્‍યાં બોર્ડ દ્વારા નિયુક્‍ત સુરક્ષા અધિકારી અથવા ટીમ મેનેજમેન્‍ટનો જ કોઈ સભ્‍ય હાજર રહી શકશે. બીસીસીઆઇ પણ આ પ્રવાસ દરમિયાન આઇસીસીના નિયમોનું ચુસ્‍તપણે પાલન કરવા માટે સજ્જ થયું છે. સામાન્‍ય રીતે ક્રિકેટમાં તમામ ખેલાડીઓ એક જ ડ્રેસિંગ રૂમમાં વ્‍યૂહરચના ઘડતા હોય છે અને સમય વિતાવતા હોય છે, પરંતુ વૈભવની નાની ઉંમરના કારણે આ પ્રોટોકોલ ક્રિકેટ જગતમાં એક નવો જ આદર અને દાખલો બેસાડશે.

(3:39 PM IST)