તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
ભારતીય ક્રિકેટમાં બ્રાન્ડ્સનો નવો ધમાકો: BCCIએ મૂથૂટ ફિનકોર્પને બનાવ્યું નવું ટાઇટલ સ્પોન્સર, માર્ચ 2028 સુધી રહેશે કરોડોની ભાગીદારી!
ભારત-વેસ્ટ ઇન્ડીઝ વનડે સિરીઝથી થશે નવી ભાગીદારીનો પ્રારંભ; આંતરરાષ્ટ્રીય મેચો સહિત દેશની તમામ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ્સમાં ચમકશે નવું નામ

મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા અને મહત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. દેશ-વિદેશમાં રમાતી મેચોથી લઈને સ્થાનિક ટૂર્નામેન્ટ્સ સુધી હવે એક નવી બ્રાન્ડનો દબદબો જોવા મળશે. BCCIએ જાણીતી ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની 'મૂથૂટ ફિનકોર્પ લિમિટેડ' (Muthoot FinCorp Limited)ને ભારતમાં યોજાનારી તમામ હોમ ક્રિકેટ મેચો માટે નવું સત્તાવાર ટાઇટલ સ્પોન્સર (Title Sponsor) જાહેર કર્યું છે.
આ ભવ્ય અને લાંબા ગાળાની ભાગીદારીનો પ્રારંભ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાનારી પ્રથમ વન-ડે (ODI) આંતરરાષ્ટ્રીય મેચથી થશે. BCCI દ્વારા કરવામાં આવેલા કરાર મુજબ આ ભાગીદારી આગામી માર્ચ 2028 સુધી યથાવત રહેશે. આ ભાગીદારી માત્ર કોઈ એક ચોક્કસ સિરીઝ કે ટૂંકા સમયગાળા પૂરતી મર્યાદિત નથી પરંતુ તે ભારતીય ક્રિકેટના આવનારા ભવિષ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
બોર્ડના અધિકૃત નિવેદન અનુસાર, આ ટાઇટલ સ્પોન્સરશિપ હેઠળ ભારતીય ધરતી પર રમાનારી તમામ પુરુષ અને મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિરીઝનો સમાવેશ થાય છે. આ ઉપરાંત BCCI દ્વારા આયોજિત રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જેવી તમામ દેશી (Domestic) ક્રિકેટ ટૂર્નામેન્ટ્સ પણ આ સ્પોન્સરશિપ હેઠળ આવરી લેવામાં આવશે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
