તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
વિરાટને ઝટકો : શૂન્ય રને આઉટ થતા ઓરેન્જ કેપના ગણિત બદલાયા : જાણો સૌથી વધુ રન બનાવનાર કોણ ?
માર્શના હવે 10 મેચમાં 367 રન થઈ ગયા છે, જે આગામી મેચોમાં વિરાટ માટે મુશ્કેલી ઊભી કરી શકે

IPL 2026 ની 50મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે નિરાશાજનક રહી, ખાસ કરીને વિરાટ કોહલી માટે. એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચાહકોને આશા હતી કે વિરાટ મોટી ઇનિંગ રમીને ઓરેન્જ કેપની રેસમાં ટોપ-5 માં એન્ટ્રી કરશે, પરંતુ તે ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગો થયો હતો.
હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો હેનરિક ક્લાસેન 11 મેચમાં 494 રન સાથે પ્રથમ સ્થાને મજબૂત પકડ ધરાવે છે. બીજા ક્રમે તેનો જ સાથી ખેલાડી અભિષેક શર્મા 475 રન સાથે છે. વિરાટ કોહલી આ મેચમાં નિષ્ફળ રહેતા 10 મેચમાં 379 રન સાથે નવમા સ્થાને જ અટવાયેલો રહ્યો છે.
બીજી તરફ, મિશેલ માર્શે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેણે 56 બોલમાં 111 રનની તોફાની ઇનિંગ રમીને સીધો 12મો ક્રમ હાંસલ કરી લીધો છે. માર્શના હવે 10 મેચમાં 367 રન થઈ ગયા છે, જે આગામી મેચોમાં વિરાટ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ઓરેન્જ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સ
- હેનરિક ક્લાસેન (SRH): 11 મેચ, 494 રન
- અભિષેક શર્મા (SRH): 11 મેચ, 475 રન
- કેએલ રાહુલ (DC): 10 મેચ, 445 રન
- ઈશાન કિશન (SRH): 11 મેચ, 409 રન
- વૈભવ સૂર્યવંશી (RR): 10 મેચ, 404 રન
આઈપીએલ 2026 ઓરેન્જ કેપ લિસ્ટ
ખેલાડીમેચઇનિંગ્સરનસરેરાશસ્ટ્રાઈક રેટચોગ્ગાછગ્ગાહેનરિક ક્લાસેન111149454.89157.323623અભિષેક શર્મા111147547.50210.184336કેએલ રાહુલ101044549.44180.894424ઈશાન કિશન111140937.18186.764122વૈભવ સુર્યવંશી101040440.40237.653537સંજુ સેમસન101040257.43167.504221સાઈ સુદર્શન101038538.50158.443818રાયન રિકલ્ટન8838054.29190.952533વિરાટ કોહલી9937954.14165.504215શુભમન ગિલ9937842.00154.923517
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
