તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
કબડ્ડીના મેદાનમાં ભારતની દીકરીઓનો દબદબો, ઈરાનને હરાવી એશિયન ગેમ્સમાં ગોલ્ડ કબજેે
રોમાંચક ફાઈનલમાં ભારતનો ૩૭-૩૪થી વિજય, સતત શાનદાર પ્રદર્શન સાથે મહિલા ટીમે ફરી એશિયાની બાદશાહત જાળવી

આઈચી-નાગોયાઃ એશિયન ગેમ્સ-૨૦૨૬માં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ફરી એકવાર તિરંગાની શાન વધારી છે. ટોકાઈ સિટીના જિમ્નેશિયમમાં રમાયેલી ગોલ્ડ મેડલની રોમાંચક ફાઈનલમાં ભારતે ઈરાનને ૩૭-૩૪થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.
ફાઈનલમાં શરૂઆતથી જ ભારતીય ખેલાડીઓએ આક્રમક રમત સાથે ઈરાન પર દબાણ જાળવી રાખ્યું હતું. પ્રથમ હાફ બાદ ભારત ૨૨-૧૬થી આગળ હતું. જોકે બીજા હાફમાં ઈરાને જોરદાર વાપસી કરી મુકાબલાને રોમાંચક બનાવી દીધો હતો. એક સમયે ઈરાને અંતર દ્યટાડીને ભારતને ભારે પડકાર આપ્યો, પરંતુ ભારતીય ખેલાડીઓએ અંતિમ ક્ષણોમાં સંયમ જાળવી રાખ્યો અને ૩૭-૩૪ના સ્કોર સાથે સુવર્ણ સફળતા મેળવી.
ભારતીય મહિલા ટીમ સમગ્ર એશિયન ગેમ્સ અભિયાન દરમિયાન અજેય રહી હતી. સેમિફાઈનલમાં ભારતે નેપાળને ૪૮-૨૪થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
આ જીત સાથે ભારતીય મહિલા કબડ્ડી ટીમે એશિયન ગેમ્સમાં ફરી પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ઈરાન સામેની ફાઈનલમાં ખેલાડીઓએ હુમલા અને બચાવ બંનેમાં શાનદાર સંકલન દર્શાવીને દેશ માટે વધુ એક સુવર્ણ પળ સર્જી છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
