<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

દુબઇમાં આજથી વિમેન્‍સ ટીર૦ એશિયા કપનો પ્રારંભ

ભારતીય શેરનીઓને ખિતાબની હેટ્રીકની તક : ૩૦મીએ થાઇલેન્‍ડ સામે પ્રથમ મેચ : ર૮ ઓગષ્‍ટથી ૧૩ સપ્‍ટેમ્‍બર સુધી આયોજીત એશિયાકપમાં ૮ ટીમો વચ્‍ચે ટક્કર : પ મીએ ભારત-પાક. જંગ

નવી દિલ્‍હી : UAEના દુબઈમાં આજે ૨૮ ઑગસ્‍ટથી ૧૩ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન વિમેન્‍સ ટી૨૦ એશિયા કપ રમાશે. ૨૦૦૪થી ૨૦૦૬ સુધી વન-ડે ફોર્મેટમાં રમાયેલો એશિયા કપ છેલ્લી પાંચ આવળત્તિથી ટી૨૦ ફોર્મેટમાં રમાઈ રહ્યો છે.વન-ડે ફોર્મેટની ત્રણેય આવળત્તિમાં ભારત શ્રીલંકાને હરાવીને સતત ત્રણ વખત ચેમ્‍પિયન બન્‍યું હતું.

છેલ્લી પાંચ ટી૨૦ આવળત્તિની તમામ ફાઇનલ મૅચમાં ભારત રમ્‍યું છે અને ૨૦૧૨, ૨૦૧૬ અને ૨૦૨૨માં ચેમ્‍પિયન પણ બન્‍યું હતું. આ વખતે કેપ્‍ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કેપ્‍ટન સ્‍મળતિ માન્‍યના ભારતને સતત છઠ્ઠી વખત ફાઈનલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે.

એશિયા કપમાં ૮ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્‍તાન, થાઈલેન્‍ડ, હોન્‍ગકોન્‍ગનો સમાવેશ થાય છે જયારે ગ્રુપ Bમાં શ્રીલંકા, બંગલાદેશ, UAE અને ઈન્‍ડોનેશિયાને સ્‍થાન આપવામાં આવ્‍યું છે.

ઓપનિંગ મૅચ થાઇલેન્‍ડ અને હૉન્‍ગકૉન્‍ગ વચ્‍ચે રમાશે. દરેક દિવસે દુબઈ ઇન્‍ટરનૅશનલ સ્‍ટેડિયમમાં એક-એક મેચ રમાશે અને ભારતીય સમય અનુસાર સાંજે ૮ વાગ્‍યે મૅચ શરૂ થશે. બન્ને ગ્રુપની ટોપ ટીમો વચ્‍ચે ૧૦ અને ૧૧ સપ્‍ટેમ્‍બરે સેમી-ફાઇનલ રમાશે, જ્‍યારે ૧૩ સપ્‍ટેમ્‍બરે ફાઇનલ મેચ રમાશે.

હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમ ૩૦ ઓગસ્‍ટે થાઈલેન્‍ડ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. ૩ સપ્‍ટેમ્‍બરે હૉન્‍ગકૉન્‍ગ સામે મૅચ રમાશે અને અંતિમ ગ્રુપ-સ્‍ટેજ મેચ પાંચ સપ્‍ટેમ્‍બરે કટ્ટર હરીફ પાકિસ્‍તાન સામે રમાશે.

વિમેન્‍સ ટી૨૦ એશિયા કપનો શેડયુલ

૨૮ ઓગસ્‍ટ : ચાઈલેન્‍ડ vs હોન્‍ગકૉન્‍ગ

૨૯ ઓગસ્‍ટ : શ્રીલંકા vs UAE

૩૦ ઓગસ્‍ટ : ભારત vs થાઈલેન્‍ડ

૩૧ ઓગસ્‍ટ : બંગલાદેશ vs ઈન્‍ડોનેશિયા

૧ સપ્‍ટેમ્‍બર : પાકિસ્‍તાન vs થાઈલેન્‍ડ

૨ સપ્‍ટેમ્‍બર : શ્રીલંકા vs ઈન્‍ડોનેશિયા

૩ સપ્‍ટેમ્‍બરઃ ભારત vs હૉન્‍ગકોન્‍ગ

૪ સપ્‍ટેમ્‍બર : UAE vs ઈન્‍ડોનેશિયા

૫ સપ્‍ટેમ્‍બર : ભારત vs પાકિસ્‍તાન

૬ સપ્‍ટેમ્‍બર : શ્રીલંકા vs બંગલાદેશ

૭ સપ્‍ટેમ્‍બર : પાકિસ્‍તાન vs હોન્‍ગકૉન્‍ગ

૮ સપ્‍ટેમ્‍બર : બંગલાદેશ vs UAE

૧૦ સપ્‍ટેમ્‍બર : પહેલી સેમી-ફાઈનલ

૧૧ સપ્‍ટેમ્‍બર : બીજી સેમી-ફાઈનલ

૧૩ સપ્‍ટેમ્‍બર : ફાઈનલ મેચ

(10:57 AM IST)