<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

વીરેન્‍દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડના પુત્રો ઓસ્‍ટ્રેલિયા સામે રાજકોટ અને

અમદાવાદના મેદાનમાં રમતા જોવા મળશેઃ U-19 ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી જુનિયર ટીમમાં સામસામે કે સાથે રમતા જોવા મળશેઃ ઓસ્‍ટ્રેલિયા U-19 સામેની ઘરઆંગણે યોજાનારી વન-ડે અને ટેસ્‍ટ શ્રેણી માટે બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરી


 

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં જેમણે પોતાની ધાક જમાવી હતી તેવા પૂર્વ વિસ્‍ફોટક ઓપનર વીરેન્‍દ્ર સહેવાગ અને 'ધી વોલ' તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડના પુત્રો હવે પિતાના પગલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના નામનો ડંકો વગાડવા તૈયાર છે. આગામી સમયમાં ઓસ્‍ટ્રેલિયા અંડર-૧૯ ટીમ સામે રમાનારી શ્રેણી માટે ભારતીય અંડર-૧૯ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સહેવાગના પુત્ર આયાન સહેવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્‍વય દ્રવિડ (અથવા સમિત દ્રવિડ)ની પસંદગી કરવામાં આવી છે. આ શ્રેણીની મેચો ગુજરાતના સ્‍ટેડિયમમાં રમાવાની હોવાથી સ્‍થાનિક ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની જુનિયર સિલેક્‍શન કમિટી દ્વારા ઓસ્‍ટ્રેલિયા શ્‍-૧૯ સામેની મલ્‍ટી-ફોર્મેટ શ્રેણી માટે ટીમ જાહેર કરવામાં આવી છે. આ શ્રેણીમાં વન-ડે અને ૪ દિવસીય લાલ બોલની (રેડ બોલ) મેચો રમાશે. આયાન સહેવાગે તાજેતરમાં સ્‍થાનિક ક્રિકેટ અને કૂચ બિહાર ટ્રોફીમાં પોતાના આક્રમક શોટ્‍સ અને શાનદાર ઓલરાઉન્‍ડ દેખાવથી પસંદગીકારોનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. બીજી તરફ, દ્રવિડના પુત્રે પણ પોતાની સખત મહેનત અને ટેકનિકલ બેટિગના દમ પર ટીમમાં સ્‍થાન મેળવ્‍યું છે.

ગુજરાત માટે આ શ્રેણી અત્‍યંત ખાસ બની રહેશે, કારણ કે આ મેચોનું આયોજન ગુજરાતના મેદાન પર થઈ રહ્યું છે. સહેવાગ અને દ્રવિડની જોડીને એક સમયે ભારતીય ટીમ માટે સાથે રમતા જોવી એ ચાહકો માટે સુંદર અનુભવ હતો, ત્‍યારે હવે તેમના પુત્રોને એકસાથે જોવા મળશે.

સીરિઝનું સંપૂર્ણ શિડ્‍યુલઃ પ્રથમ વનડેઃ ૧૮ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ (શુક્રવાર)  રાજકોટ (સવારે ૯ વાગ્‍યે), બીજી વનડેઃ ૨૧ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ (સોમવાર)  રાજકોટ (સવારે ૯ વાગ્‍યે), ત્રીજી વનડે ૨૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ (બુધવાર)  રાજકોટ (સવારે ૯ વાગ્‍યે), પ્રથમ મલ્‍ટી-ડેઃ ૨૭ થી ૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬  રાજકોટ (સવારે ૯:૩૦ વાગ્‍યે), બીજી મલ્‍ટી-ડે ૦૫ થી ૦૮ ઓક્‍ટોબર ૨૦૨૬  અમદાવાદ 'બી' ગ્રાઉન્‍ડ (સવારે ૯:૩૦ વાગ્‍યે)

ભારતીય શ્‍૧૯ સ્‍કવોડઃ વનડે ટીમઃ લક્ષ્ય રાયચંદાની (કેપ્‍ટન), યશવર્ધન ચૌહાણ (વાઈસ કેપ્‍ટન), રજત બઘેલ (વિકેટકીપર), આર્યવીર સેહવાગ, વી.કે. વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્‍વય દ્રવિડ (વિકેટકીપર), વી. યશવીર, રોહિત યાદવ, શાવિન વિનોદ, મોહિત ઉલવા, ચિગુરુપતિ વેંકટા અને કાવ્‍યા પટેલ.મલ્‍ટી-ડે ટીમઃ યશવર્ધન ચૌહાણ (કેપ્‍ટન), લક્ષ્ય રાયચંદાની (વાઈસ કેપ્‍ટન), સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનાલ ચૌહાણ, કુશ પટેલ, માનવ કૃષ્‍ણા (વિકેટકીપર), અભિપ્રાય બિસ્‍વાસ (વિકેટકીપર), રોહિત યાદવ, ઈશાન ઓમ, અયાન અકરમ, પ્રણવ રાઘવેન્‍દ્ર, પ્રિયાંશુ સિહ, મોહિત ઉલવા અને આર્યન યાદવ.

(3:48 PM IST)