<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ઓલરાન્ડર રવિન્દ્ર જાડેજાએ 6 વર્ષમાં 88 નો બોલ ફેંક્યા : બનાવ્યો અણગમતો રેકોર્ડ

ટેસ્ટ મેચોમાં રવીન્દ્ર જાડેજાના નો બોલ ફેંકવાની ટેવ ટીમ માટે મુશ્કેલી સર્જી શકે

મુંબઈ :કોલમ્બો ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. પરંતુ ભારતીય બોલર્સ માટે વિકેટો વહેલા ના ઝડપવી મુશ્કેલીનું કારણ બની શકે છે. આ દરમિયાન ભારતીય દિગ્ગજ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનાં નામે શરમજનક રેકોર્ડ પણ નોંધાયો છે.

ટેસ્ટ મેચોમાં રવીન્દ્ર જાડેજાના નો બોલ ફેંકવાની ટેવ ટીમ માટે મુશ્કેલી સર્જી શકે છે. શ્રીલંકા વિરુદ્ધ કોલમ્બો ટેસ્ટમાં જાડેજા દ્વારા નો-બોલ ફેંકવાની ટેવ એ એવો રેકોર્ડ તેના નામે કર્યો છે. જે કોઈપણ બોલર પોતાના નામે નહીં જોવા માગે. ચોંકાવનારી વાત એ છે કે, આ યાદીમાં ટોચના સ્થાને તમામ ડાબોડી સ્પિનર છે. પરંતુ 88 નો બોલ સાથે સૌથી ઉપર છે. ટેસ્ટ મેચમાં કોઈ સ્પિન અટેક દ્વારા સૌથી વધુ નો બોલ ફેંકવા મામલે પણ આ મેચ ટોપ-3માં સામેલ થઈ ચૂકી છે. આ મેચમાં ભારતીય સ્પિનરે અત્યારસુધી 10 નો બોલ ફેંક્યા છે. 

વર્ષ 2021થી અત્યારસુધી ટેસ્ટ ક્રિકેટમાં સ્પિન બોલર્સ દ્વારા ફેંકવામાં આવેલા નો-બોલનાં આંકડા ઘણાં ચોંકાવનારા છે. આ અણગમતા રેકોર્ડમાં ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજાનું નામ સૌથી ઉપર છે. વર્ષ 2021થી જાડેજા એ 88 નો-બોલ ફેંક્યા છે. એક સ્પિનર માટે આ આંકડો ચિંતાજનક છે. લિસ્ટમાં બીજું નામ પાકિસ્તાનનાં નોમાન અલીનું છે, જેણે જાડેજા કરતા અડધા એટલે 40 નો-બોલ ફેંક્યા છે. ત્રીજા ક્રમે શ્રીલંકન લસિથ એમ્બુલડેનિયા છે, જેણે 33 નો-બોલ ફેંકી હતી. ઈંગ્લેન્ડનાં જેક લીચે 19 વખત, જ્યારે વિન્ડીઝનાં જોમેલ વારિકન તથા અફઘાનિસ્તાનનાં ઝહીર ખાને 2021થી ટેસ્ટમાં 17-17 નો-બોલ ફેંક્યા છે.

 

ટેસ્ટમાં નો-બોલ ફેંકનાર બોલર્સની યાદી

રવીન્દ્ર જાડેજા (ભારત): 88* નો-બોલ

નોમાન અલી (પાકિસ્તાન): 40 નો-બોલ

લસિથ એમ્બુલડેનિયા (શ્રીલંકા): 33 નો-બોલ

જેક લીચ (ઈંગ્લેન્ડ): 19 નો-બોલ

જોમેલ વારિકન (વિન્ડીઝ): 17 નો-બોલ

ઝહીર ખાન (અફઘાનિસ્તાન): 17 નો-બોલ

(12:34 AM IST)