<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

ભારત સામેની T20I શ્રેણી માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર: ઇબ્રાહિમ ઝદરાન સોંપાઈ કેપ્ટનશીપ, નવીન-ઉલ-હકની વાપસી

અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ૧૩ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન રમાશે ૩ મેચોની ટ્વેન્ટી-૨૦ સિરીઝ; પ્રથમ વખત ભારતીય ટીમ પોતાના જ દેશમાં મુલાકાતી ટીમ તરીકે રમશે

નવી દિલ્હી : ભારત સામેની આગામી ૩ મેચોની T20I શ્રેણી માટે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) ની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ૧૫ સભ્યોની મુખ્ય ટીમ અને ૩ રિઝર્વ ખેલાડીઓની જાહેરાત કરી છે. આ સિરીઝ ૧૩ થી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન નવી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. અફઘાનિસ્તાન ટીમ આ શ્રેણી માટે હોસ્ટ (યજમાન) તરીકે રહેશે, જ્યારે ભારતીય ટીમ પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર વિઝિટર (મુલાકાતી) ટીમ તરીકે રમશે, જે ક્રિકેટ ઇતિહાસમાં એક અનોખી ઘટના છે.

 

આ શ્રેણી માટે ઓપનિંગ બેટ્સમેન ઇબ્રાહિમ ઝદરાનને અફઘાનિસ્તાનની ટીમના પૂર્ણકાલીન T20I કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્ટ્રેસ ફ્રેક્ચરની ઇજામાંથી મુક્ત થઈને ઝડપી બોલર નવીન-ઉલ-હકની રાષ્ટ્રીય ટીમમાં વાપસી થઈ છે, જે ફઝલહક ફારૂકી અને અઝમાતુલ્લાહ ઉમરઝાઈ સાથે મળીને પેસ આક્રમણને મજબૂત બનાવશે. આ ઉપરાંત ઓલરાઉન્ડર ગુલબદીન નાયબનું પણ પુનરાગમન થયું છે, જ્યારે નવા વિકેટકીપર-બેટ્સમેન નૂર રહેમાનને બેકઅપ વિકેટકીપર તરીકે પ્રથમ વખત તક અપાઈ છે.


 

અફઘાનિસ્તાન Squad & Schedule

અફઘાનિસ્તાન સ્ક્વોડ

કેપ્ટન: ઇબ્રાહિમ ઝદરાન

મુખ્ય ટીમ: ઇબ્રાહિમ ઝદરાન (C), રહેમાનુલ્લાહ ગુરબાઝ (WK), નૂર રહેમાન (WK), સેદીકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, ગુલબદીન નાયબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, નંગ્યાલ ખારોતી, નૂર અહમદ, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી, અબ્દુલ્લાહ અહમદઝાઈ, નવીન-ઉલ-હક.

 

રિઝર્વ ખેલાડીઓ: ઇજાઝ અહમદઝાઈ, શાહિદુલ્લાહ કમાલ, ફરીદ અહમદ મલિક.

T20I શ્રેણીનું સમયપત્રક

સ્થળ: અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી

(6:48 PM IST)