<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની રેસ: શ્રીલંકા સામે બીજી ટેસ્ટ જીતવી ભારત માટે કેમ છે અનિવાર્ય?

ગાલેમાં પ્રભાવશાળી જીત બાદ પણ શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની ટીમ માટે ચેતવણી; WTC પોઈન્ટ ટેબલમાં ચોથું સ્થાન મેળવવા અને PCT વધારવા કોલંબો ટેસ્ટ પર કબ્જો જરૂરી.

કોલંબો : શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ રવિવારથી કોલંબોના ઐતિહાસિક મેદાન પર બીજી અને આખરી ટેસ્ટ મેચ રમવા માટે મેદાને ઉતરશે. પ્રથમ ગાલે ટેસ્ટમાં ૧૬૫ રનથી મેળવેલી શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા બેચની શ્રેણીમાં ૧-૦ ની અજેય સરસાઈ ધરાવે છે અને ત્રણ વર્ષમાં વિદેશી ધરતી પર પોતાની પહેલી ટેસ્ટ સિરીઝ જીતવાની અણી પર છે. પરંતુ હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ માટે આ માત્ર એક સામાન્ય જીત નથી, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025-27) ની ફાઇનલમાં પહોંચવા માટે 'કરો અથવા મરો' જેવો મુકાબલો છે.

 

હાલમાં ભારત ૬૪ પોઈન્ટ્સ અને ૫૩.૩૩% PCT (પોઈન્ટ્સની ટકાવારી) સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. WTC ની અત્યાર સુધીની ત્રણેય આવૃત્તિઓનો ઇતિહાસ દર્શાવે છે કે ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ટીમે ઓછામાં ઓછું ૬૦% થી વધુ PCT મેળવવું ફરજિયાત હોય છે.

 

કોલંબોમાં જીતથી શું થશે મોટો ફાયદો? જો ભારતીય ટીમ બીજી ટેસ્ટ જીતી લે છે, તો તેનો PCT વધીને ૫૭.૫૭% થઈ જશે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૬૪ રનમાં ઓલઆઉટ થઈ જતાં, તેમનો PCT ૬૬.૬૭% થી ઘટીને ૫૫.૫૫% પર આવી જવાની શક્યતા છે. આમ, કોલંબોમાં જીત મેળવતા જ ભારત બાંગ્લાદેશને પછાડીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી જશે.

 

જો આ મેચ ડ્રો કે રદ થશે, તો બંને ટીમોના પોઈન્ટ્સ કપાશે અને ભારત માટે ફાઇનલમાં પહોંચવાનો માર્ગ અત્યંત કપરો બની જશે.

 

WTC પોઈન્ટ ટેબલ અને ભારતનું ગણિત:


 

  • ગાલે ટેસ્ટનું પરિણામ: ભારત ૧૬૫ રને વિજયી (૧-૦ ની લીડ)

 

  • હાલની સ્થિતિ: ૬૪ પોઈન્ટ્સ, ૫૩.૩૩ PCT (પાંચમું સ્થાન)

 

  • કોલંબોમાં જીત પછી: ૫૭.૫૭ PCT સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચશે

 

  • મુખ્ય લક્ષ્ય: WTC ફાઇનલની રેસમાં રહેવા માટે ૬૦%+ PCT સુધી પહોંચવું જરૂરી

 

(7:55 PM IST)