<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

નીરજ ચોપરાનો ધમાકો : લુસાને ડાયમંડ લીગમાં ભાલો ફેંકી રચ્‍યો ઇતિહાસ, સીઝનનો શ્રેષ્‍ઠ થ્રો કર્યો

ગોલ્‍ડન બોય નીરજ ચોપરાએ લુસાને ડાયમંડ લીગમાં ૮૯.૪૯ મીટરના અદ્દભુત થ્રો સાથે બીજું સ્‍થાન મેળવ્‍યું, ફાઇનલ માટે ક્‍વોલિફાય થવાની આશા મજબૂત કરી

 

 

નવી દિલ્‍હી : ભારતના ‘ગોલ્‍ડન બોય' અને ઓલિમ્‍પિક મેડાલિસ્‍ટ નીરજ ચોપરાએ ફરી એકવાર આંતરરાષ્‍ટ્રીય મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે. લુસાને ડાયમંડ લીગ ૨૦૨૪માં નીરજે પોતાના કરિયર અને સીઝનનો સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન કરતા ૮૯.૪૯ મીટર દૂર ભાલો ફેંકીને બીજું સ્‍થાન પ્રાપ્ત કર્યું છે.

પેરિસ ઓલિમ્‍પિક્‍સમાં સિલ્‍વર મેડલ જીત્‍યા બાદ નીરજ ચોપરા પાસેથી ચાહકોને ફરી એકવાર શ્રેષ્‍ઠ પ્રદર્શનની આશા હતી અને તેમણે નિરાશ ન કર્યા. શરૂઆતના પાંચ રાઉન્‍ડ સુધી નીરજ ચોથા ક્રમે ચાલી રહ્યા હતા, પરંતુ છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં તેમણે ૮૯.૪૯ મીટરનો ભાલો ફેંકીને મજબૂત વાપસી કરી હતી. આ સાથે જ તેમણે પોતાના જ જૂના સીઝન બેસ્‍ટ (૮૮.૩૬ મીટર)ના રેકોર્ડને તોડી નાખ્‍યો છે.

આ સ્‍પર્ધામાં ગ્રેનાડાના એન્‍ડરસન પીટર્સે ૯૦.૬૧ મીટરના થ્રો સાથે પ્રથમ સ્‍થાન મેળવ્‍યું હતું, જ્‍યારે પેરિસ ઓલિમ્‍પિકના ગોલ્‍ડ મેડાલિસ્‍ટ અર્શદ નદીમે આ સ્‍પર્ધામાં ભાગ લીધો ન હતો. નીરજના આ શાનદાર પ્રદર્શનથી તેમણે ડાયમંડ લીગ ફાઇનલ્‍સ માટે ક્‍વોલિફાય થવાની પોતાની આશાઓ વધુ મજબૂત બનાવી દીધી છે.

(11:16 AM IST)