તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
શું કોર્ટ પર અમાન્ડા અનિસિમોવાએ બીયર પીધી?: સિન્સિનાટી ઓપન મેચ દરમિયાન અમેરિકન ટેનિસ સુપરસ્ટારનું 'રહસ્યમય પીણું' સોશિયલ મીડિયા પર વાયરલ, ચાહકોમાં ભારે ચર્ચા
એલેક્ઝાન્ડ્રા ઈલા સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ 'મેજિક ડ્રિંક' પીને અનિસિમોવાનો ધમાકેદાર વિજય; ૪-૬, ૬-૪, ૬-૨ થી મેચ જીતી આગામી રાઉન્ડમાં પ્રવેશી

સિન્સિનાટી : સિન્સિનાટી ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં અમેરિકન ટેનિસ સ્ટાર અમાન્ડા અનિસિમોવાની એલેક્ઝાન્ડ્રા ઈલા સામેની રોમાંચક જીતથી વધુ તેના એક 'રહસ્યમય પીણા'એ રમતજગતમાં ભારે સનસનાટી મચાવી દીધી છે. ત્રણ સેટ સુધી ચાલેલી આ જંગ દરમિયાન અનિસિમોવા કોર્ટસાઈડ પર બીયર જેવું દેખાતું પીણું પીતી કેમેરામાં કેદ થઈ હતી, જેના લીધે સોશિયલ મીડિયા પર રમૂજી અટકળો અને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.
'ટુવાલ નીચેથી ગુપ્ત કપ' અને સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો:
મેચ દરમિયાન એક ચેન્જઓવર (વિરામ) વખતે કેમેરાએ ૨૪ વર્ષીય અનિસિમોવાને તેના ટુવાલ નીચે સંતાડેલો એક પ્લાસ્ટિકનો કપ ઉપાડતા પકડી પાડી હતી. કપમાં રહેલું પીણું તાદ્રશ્ય બીયર જેવું જ દેખાઈ રહ્યું હતું. આ દ્રશ્ય જોતાં જ કોમેન્ટેટર્સ અને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોતજોતામાં ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ચાહકો મજાકમાં પૂછવા લાગ્યા કે શું અનિસિમોવા કોર્ટ પર ઊર્જા મેળવવા માટે બીયર પી રહી છે!
'મેજિક પીણાં' એ મેચનું પાસું પલટ્યું:
અનિસિમોવાએ મેચની શરૂઆતમાં લય મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો અને પ્રથમ સેટ ૪-૬ થી ગુમાવી દીધો હતો. પોતાના કોચ હેન્ડ્રિક વ્લીશોવર્સ સાથે વાત કરતી વખતે તેણે સ્વીકાર્યું હતું કે તેનામાં લડાયક જોશનો અભાવ હતો. જોકે, આ રહસ્યમય પીણું પીધા બાદ જાણે કે જાદુ થયો હોય તેમ અનિસિમોવાએ વિસ્ફોટક વાપસી કરી હતી અને પછીના બંને સેટ ૬-૪, ૬-૨ થી પોતાના નામે કરીને પ્રભાવશાળી જીત મેળવી હતી.
આગામી રાઉન્ડમાં નોસ્કોવા સામે મોટો મુકાબલો:
પ્રથમ સેટ હાર્યા બાદ જોરદાર કમબેક કરીને મેળવેલી આ જીત અનિસિમોવાના આત્મવિશ્વાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે આગામી રાઉન્ડમાં તેનો સામનો વિમ્બલ્ડન ચેમ્પિયન લિન્ડા નોસ્કોવા સામે થશે. અનિસિમોવાએ અગાઉ ચાઇના ઓપનની ફાઇનલમાં નોસ્કોવાને હરાવી હતી, પરંતુ તેણે સ્વીકાર્યું છે કે સિન્સિનાટીના હાર્ડ કોર્ટ પર ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયનને હરાવવી એ તેના માટે એક મોટો પડકાર હશે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
