તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026: "ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, લક્ષ્ય ભાઈ સુપરસ્ટાર" ના નારા વચ્ચે લક્ષ્ય સેનનું ભવ્ય કમબેક; પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રિયન શટલર કોલિન્સને કર્યો પરાસ્ત
દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય સ્ટાર શટલરે ૨૧-૮ અને ૨૧-૪ થી વિપક્ષી ખેલાડીને હરાવી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિજયી પ્રારંભ કર્યો

નવી દિલ્હી : નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી BWF બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026 માં ભારતીય સ્ટાર શટલર લક્ષ્ય સેને પોતાના અદભુત કમબેકથી તમામ ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. મંગળવારે યોજાયેલા રોમાંચક મુકાબલામાં લક્ષ્ય સેને ઓસ્ટ્રિયાના દિગ્ગજ ખેલાડી કોલિન્સ ફિલિમોન સામે પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરીને યાદગાર જીત નોંધાવી છે.
પ્રથમ ગેમમાં આંચકો અને ફેન્સનો અનોખો ઉત્સાહ:
મેચની શરૂઆત લક્ષ્ય સેન માટે આશાસ્પદ રહી નહોતી. ઓસ્ટ્રિયન શટલરે દબાણ બનાવી રાખીને પ્રથમ ગેમ ૧૬-૨૧ થી પોતાના નામે કરી લીધી હતી. જોકે, ભારતીય ચાહકોએ લક્ષ્યનો ઉત્સાહ વધારવામાં કોઈ કસર છોડી નહોતી. સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકોએ "ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, લક્ષ્ય ભાઈ સુપરસ્ટાર" ના રમુજી અને જોશ પૂરાવતા નારાઓથી આખું સ્ટેડિયમ ગૂંજવી મૂક્યું હતું.
આક્રમક રમતથી વિપક્ષી ખેલાડીને પરાસ્ત કર્યો:
ચાહકોના અભૂતપૂર્વ સમર્થન અને પોતાના અવિરત આક્રમક પ્લાનિંગ સાથે લક્ષ્ય સેને બીજી ગેમથી મેચનું પાસું સંપૂર્ણપણે પલટી નાખ્યું હતું. તેણે શ્રેષ્ઠ નેટ પ્લે અને સચોટ સ્મેશ સાથે બીજી ગેમ ૨૧-૮ થી આસાનીથી જીતી લીધી હતી. ત્યારબાદ નિર્ણાયક ત્રીજી ગેમમાં લક્ષ્યે કોલિન્સને એકપણ તક આપ્યા વગર ૨૧-૪ ના માતબર માર્જિનથી ભવ્ય વિજય મેળવીને વર્લ્ડ ચેમ્પિયનશિપ અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
