તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
આઈસીસી ૨૦૨૭ વનડે વર્લ્ડ કપ અંગે મોટો રાજદ્વારી અને ઐતિહાસિક નિર્ણય: ૨ ઓક્ટોબર ગાંધી જયંતીના પવિત્ર દિવસે શરૂ થઈ શકે છે ક્રિકેટનો મહાકુંભ!
મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકા સાથેના ઐતિહાસિક સંબંધોને માન આપી આઈસીસી આપશે ખાસ શ્રદ્ધાંજલિ; ૨૧ નવેમ્બરે રમાશે ફાઇનલ.

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાની હેઠળ યોજાનારા ૨૦૨૭ના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ અંગે એક અત્યંત રોચક અને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. અંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ મહાસંગ્રામની શરૂઆત ૨ ઓક્ટોબર, ૨૦૨૭ ના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે કરવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના જીવનના ૨૧ વર્ષ દક્ષિણ આફ્રિકામાં વિતાવ્યા હતા, તેથી વૈશ્વિક સ્તરે શાંતિ અને અહિંસાનો સંદેશ આપવા માટે આ નિર્ણયને એક અદ્ભુત શ્રદ્ધાંજલિ તરીકે જોવામાં આવી રહ્યો છે.
અગાઉ આઈસીસી દ્વારા ૮ ઓક્ટોબરથી ટુર્નામેન્ટ શરૂ કરવાનો પ્રાથમિક પ્લાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમાં ફેરફાર કરીને ૨ ઓક્ટોબરથી જ મુખ્ય મેચો શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ૧૪ ટીમોનો વર્લ્ડ કપ લગભગ ૫૦ દિવસ સુધી ચાલશે અને તેની ફાઇનલ ૨૧ નવેમ્બર, ૨૦૨૭ના રોજ રમાશે. આ ટુર્નામેન્ટ માટે ત્રણેય દેશો મળીને કુલ ૧૨ સ્ટેડિયમોની પસંદગી કરવામાં આવી છે, જેમાં જોહાનિસબર્ગનું વાન્ડરર્સ, કેપ ટાઉનનું ન્યુલેન્ડ્સ, હરારે સ્પોર્ટ્સ ક્લબ અને વિન્ડહોકના મુખ્ય સ્ટેડિયમનો સમાવેશ થાય છે.
આ વખતે વર્લ્ડ કપના ફોર્મેટમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં રેન્કિંગમાં નીચેની ટીમો વચ્ચે 'સુપર સિરીઝ' રમાશે અને મુખ્ય તબક્કામાં ૧૨ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી દિગ્ગજ ટીમો આ ટૂર્નામેન્ટ માટે પહેલેથી જ ક્વોલિફાય થઈ ચૂકી છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
