તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
મહિલા એશિયા કપ અને એશિયન ગેમ્સ 2026 પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈજાગ્રસ્ત સ્ટાર બેટર જેમિમાહ રોડ્રિગ્સ બંને ટૂર્નામેન્ટમાંથી બહાર!
ધ હંડ્રેડ લીગ દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજા થતાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો ફટકો: સિલેક્ટર્સે ઓપનર પ્રતિકા રાવલની ટીમમાં કરી સરપ્રાઈઝ એન્ટ્રી

મુંબઈ : યુએઈમાં યોજાનારા મહિલા એશિયા કપ અને જાપાન ખાતે રમાનારી એશિયન ગેમ્સ 2026 ની શરૂઆત પહેલાં જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને બહુ મોટો આંચકો લાગ્યો છે. શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહેલી ભારતની સ્ટાર મધ્યમક્રમની બેટર જેમિમાહ રોડ્રિગ્સ ગંભીર હેમસ્ટ્રિંગની ઈજાના કારણે આ બંને આગામી મોટી ટૂર્નામેન્ટ્સમાંથી બહાર થઈ ગઈ છે. ભારત માટે 131 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી ચૂકેલી અનુભવી રોડ્રિગ્સની ગેરહાજરી ટીમ માટે મોટી ખોટ સાબિત થશે.
જેમિમાહને ગત 3 ઓગસ્ટના રોજ ઈંગ્લેન્ડમાં 'ધ હંડ્રેડ' ટૂર્નામેન્ટ દરમિયાન સધર્ન બ્રેવ તરફથી રમતી વખતે ઈજા પહોંચી હતી. ત્યારબાદ બેંગલુરુ સ્થિત બીસીસીઆઈ (BCCI) ના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે મેડિકલ ટીમ દ્વારા કરાયેલી તપાસમાં ઈજા ગંભીર હોવાનું સામે આવ્યું હતું અને તેને પૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. એશિયા કપ શરૂ થવાને હવે માંડ બે સપ્તાહનો સમય બાકી છે ત્યારે રોડ્રિગ્સ બહાર થતાં ટીમ મેનેજમેન્ટે પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કરવાની ફરજ પડી છે.
મહિલા પસંદગી સમિતિએ તાત્કાલિક ધોરણે પગલાં લેતાં એશિયા કપ માટે જેમિમાહ રોડ્રિગ્સના સ્થાને ઈન્ડિયા-એ માંથી શાનદાર પ્રદર્શન કરનાર પ્રતિકા રાવલની ભારતીય ટીમમાં પસંદગી કરી છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ 28 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા મહિલા એશિયા કપમાં 30 ઓગસ્ટે થાઈલેન્ડ સામે પોતાની પ્રથમ મેચ રમીને ટાઈટલ બચાવવાના અભિયાનની શરૂઆત કરશે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
