તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
પાકિસ્તાની ક્રિકેટર શાદાબ ખાનના અનોખા ખુલાસાથી સોશિયલ મીડિયા પર ખળભળાટ: પોતાની ઓલ-ટાઇમ પરફેક્ટ T20I ટીમના કેપ્ટન અને ઓપનર તરીકે રોહિત શર્માની કરી પસંદગી
પોતાની ડ્રીમ ટીમમાં એકપણ પાકિસ્તાની ખેલાડીને સ્થાન ન આપતાં પાકિસ્તાની ક્રિકેટ ચાહકો નારાજ: ભારતીય સુપરસ્ટાર રોહિત શર્માને બે શ્રેષ્ઠ ભૂમિકાઓ માટે પસંદ કરાયો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર શાદાબ ખાને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયો ઇન્ટરવ્યુ દરમિયાન કરેલી પસંદગીથી સમગ્ર ક્રિકેટ જગતમાં અને ખાસ કરીને પાકિસ્તાની ચાહકોમાં ભારે ચર્ચા જાગી છે. એક 'રેપિડ-ફાયર' ચેલેન્જ દરમિયાન પોતાની આદર્શ T20 લાઇન-અપ બનાવતી વખતે શાદાબે પોતાની ટીમમાં એકપણ પાકિસ્તાની ખેલાડીને સ્થાન આપ્યું નથી. તેના બદલે તેણે ભારત, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડના દિગ્ગજ ખેલાડીઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
"CricWickOfficial" ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વાયરલ થયેલા આ વિડીયોમાં શાદાબને જુદી જુદી શ્રેણીઓ માટે શ્રેષ્ઠ T20 ખેલાડીઓ ચૂંટવાનું કહેવામાં આવ્યું હતું. શાદાબે ભારતના પૂર્વ કેપ્ટન અને આક્રમક બેટ્સમેન રોહિત શર્માને ટીમનો મુખ્ય ઓપનર બનાવ્યો હતો. એટલું જ નહીં, જ્યારે કેપ્ટનની શ્રેણી આવી ત્યારે પણ તેણે ફરી એકવાર રોહિત શર્માનું જ નામ લીધું હતું. આ રીતે રોહિત શર્મા શાદાબની આ આદર્શ યાદીમાં બે વાર સ્થાન મેળવનાર એકમાત્ર ખેલાડી બન્યો હતો.
શાદાબ ખાને પાવર હિટર તરીકે વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરણ, ઓલરાઉન્ડર તરીકે કિરોન પોલાર્ડ અને સ્પિનર તરીકે સુનીલ નારાયણની પસંદગી કરી હતી. જ્યારે ફાસ્ટ બોલર તરીકે તેણે ન્યુઝીલેન્ડના પૂર્વ સ્પીડસ્ટર શેન બોન્ડ અને વિકેટકીપર તરીકે દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકને પોતાની ડ્રીમ ટીમમાં સ્થાન આપ્યું હતું. પોતાની રાષ્ટ્રીય ટીમના કોઈ પણ ખેલાડીનો આ યાદીમાં સમાવેશ ન કરવા બદલ પાકિસ્તાની ચાહકો સોશિયલ મીડિયા પર શાદાબ ખાનની આકરી ટીકા કરી રહ્યા છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
