તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
વૈભવ સૂર્યવંશી સાથે બદતમીઝી કરનારા ક્રિકેટરોને મેચ રેફરીએ બરાબરના ઝાટકયા, આકરો દંડ ફટકાર્યો
ભારતીય વાઘ સામે લંકન ખેલાડીઓની શિયાળવા જેવી હરકત : નવા ભારતના યુવા પ્લેયરને સ્લેજિંગ કરીને ડરાવવાનો પેતરો ઊંધો પડ્યો : મેદાન પર જડબાતોડ જવાબ મળ્યા બાદ હવે સત્તાવાર રીતે પણ લંકાના ખેલાડીઓ ઘૂંટણિયે

નવી દિલ્હી : મેદાન પર ભારતની યુવા બ્રિગેડના દબદબાથી બૌખલાઈ ગયેલા શ્રીલંકાના ખેલાડીઓને ભારતીય ઓપનર વૈભવ સૂર્યવંશી સાથે પંગો લેવો ભારે પડી ગયો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન ભારતના આ વિસ્ફોટક યુવા બેટરને સ્લેજિંગ કરીને માનસિક દબાણમાં લાવવા માટે શ્રીલંકન ખેલાડીઓએ ખેલદિલીની તમામ હદો વટાવી દીધી હતી, પરંતુ આ ‘નવું ભારત' છે તે ભૂલી ગયેલા લંકન ખેલાડીઓને હવે ભોગવવાનો વારો આવ્યો છે. મેચ દરમિયાન વૈભવ સાથે ગેરવર્તણૂક કરવાના મામલે આઈસીસી અને મેચ રેફરીએ કડક વલણ અપનાવતા દોષિત શ્રીલંકન ખેલાડીઓ સામે આકરા સજાત્મક પગલાં લીધા છે, જેનાથી સમગ્ર ક્રિકેટ જગતમાં સન્નાટો વ્યાપી ગયો છે. અહેવાલો અનુસાર, મેચ દરમિયાન જ્યારે વૈભવ સૂર્યવંશી શ્રીલંકન બોલરોની ધુલાઈ કરી રહ્યો હતો, ત્યારે અકળાઈ ગયેલા વિરોધી ખેલાડીઓ તેની નજીક આવીને અભદ્ર ટિપ્પણીઓ કરવા લાગ્યા હતા અને જાણીજોઈને તેની સાથે બાખડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય સિંહે સહેજ પણ ડર્યા વગર મેદાન પર જ લંકન ખેલાડીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. મેચ પૂરી થયા બાદ ભારતીય મેનેજમેન્ટે આ ગેરવર્તણૂક સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. વિડીયો ફૂટેજની તપાસ બાદ મેચ રેફરીએ શ્રીલંકાના ખેલાડીઓને દોષિત જાહેર કરીને ભારે દંડ ફટકાર્યો છે અને ભવિષ્ય માટે સસ્પેન્શનની અંતિમ ચેતવણી આપી દીધી છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
