તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
ફિફા વર્લ્ડ કપ જીતનારી ટીમને મળશે ૪૭૬ કરોડ રૂપિયા
રનર-અપ ટીમને ૩૩ મિલિયન ડોલર (૩૧૪ કરોડ રૂપિયા) મળશે. ત્રીજા નંબર પર આવનારી ટીમને ૨૯ મિલિયન ડોલર (૨૭૬ કરોડ રૂપિયા) મળશે

ન્યૂ જર્સી,તા.૧૧: ૪૮ દેશ વચ્ચેના ફિફા (Fifa) ફૂટબોલ વર્લ્ડ કપમાં વિજેતાપદ મેળવનારી ટીમને ફિફા તરફથી ૫૦ મિલિયન ડોલર (૪૭૬ કરોડ રૂપિયા) નું પ્રથમ ઇનામ આપવામાં આવશે. રનર-અપ ટીમને ૩૩ મિલિયન ડોલર (૩૧૪ કરોડ રૂપિયા) મળશે. ત્રીજા નંબર પર આવનારી ટીમને ૨૯ મિલિયન ડોલર (૨૭૬ કરોડ રૂપિયા) મળશે.
આ વખતે સૌથી વધુ ૪૮ દેશની ટીમ ભાગ લઈ રહી છે. ફિફા દ્વારા પ્રાઇઝ-મનીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે, કારણકે તુલનામાં છેલ્લે (૨૦૨૨ના) કતાર વર્લ્ડ કપમાં ૪૪૦ મિલિયન ડોલરના ઇનામો અપાયા હતા, જ્યારે આ વખતે ૬૫૫ મિલિયન ડોલર (૬,૨૪૦ કરોડ રૂપિયા)ના ઇનામ આપવામાં આવશે. હંમેશની માફક આ વખતે પણ સેમિ ફાઇનલની પરાજિત ટીમોથી માંડીને છેક લીગ સ્ટેજ સુધીની ટીમોને પણ કરોડો રૂપિયાના ઇનામ અપાશે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
