News of Monday, 8th June 2026
ટી-ર૦ના નવા સુકાની શ્રેયસ અય્યરના કડક તેવર : ‘‘હું કોઇની છાયામાં રહીને કામ નહીં કરૂ''
ધોની-સહિતના દબાણ વચ્ચે અય્યરે પોતાની સ્વાયત્તતા જાહેર કરી : કોચ ગંભીર સાથે ફરી જામશે જુગલબંદી

મુંબઇ, તા. ૮ : ભારતીય ક્રિકેટ ટીમમાં નેતળત્વના એક નવા અધ્યાયની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય ટી-૨૦ ટીમના નવનિયુક્ત કેપ્ટન શ્રેયસ અય્યરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, તે ટીમનું નેતળત્વ પોતાની આગવી શૈલીમાં કરવા માંગે છે અને કોઈની છાયામાં રહીને કામ કરવા ઈચ્છતો નથી. મુંબઈમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમ દરમિયાન શ્રેયસ અય્યરે ટી-૨૦ ટીમની કમાન સંભાળવા અંગે પોતાના વિચારો મુક્તપણે વ્યક્ત કર્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે કેપ્ટનશીપની આ મોટી જવાબદારી તેમના માટે ગૌરવની બાબત છે, પરંતુ તેના માટે તે પોતાના મૂળ વ્યક્તિત્વમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરશે નહીં.
પત્રકારો સાથેની વાતચીતમાં શ્રેયસ અય્યરે કહ્યું કે, ઙ્કમને કેપ્ટનની જવાબદારી મળી છે અને તે મારા માટે એક શાનદાર પડકાર છે. જોકે તેના માટે મને મારા વ્યક્તિત્વમાં કોઈ બદલાવ લાવવાની જરૂર નથી. હું જેવો હતો તેવો જ રહીશ. હું કોઈ અન્ય વ્યક્તિ જેવો બનવાનો નકામો પ્રયાસ નહીં કરું અને કોઈની છાયામાં પણ રહેવા માંગતો નથી.ઙ્ઘ
સામાન્ય રીતે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં જ્યારે પણ કોઈ નવો કેપ્ટન આવે છે, ત્યારે તેની સરખામણી પૂર્વ કેપ્ટનો જેવા કે રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની સાથે કરવામાં આવતી હોય છે. આવી સ્થિતિમાં અય્યરના આ આક્રમક નિવેદનને ભારતીય ક્રિકેટમાં પોતાની એક સ્વતંત્ર અને આગવી ઓળખ સ્થાપિત કરવાના મજબૂત સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
શ્રેયસ અય્યર માટે ભારતીય ટી-ર૦ ટીમમાં વાપસી કરવાનો આ માર્ગ બિલકુલ સરળ રહ્યો નહોતો. ડિસેમ્બર ૨૦૨૩માં પોતાની છેલ્લી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ તે લાંબા સમય સુધી રાષ્ટ્રીય ટીમની બહાર રહ્યો હતો. ટીમને કારણે તે ટી-ર૦ વર્લ્ડ કપ અને એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટોમાં પણ સ્થાન મેળવી શકયો નહોતો. જોકે તેણે હિંમત હાર્યા વિના ઘરેલુ ક્રિકેટમાં સતત રનોનો અંબાર લગાવ્યો અને આઈપીએલમાં ખૂબ જ અસરકારક પ્રદર્શન કરીને મુખ્ય પસંદગીકારો સમક્ષ પોતાની દાવેદારી મજબૂત બનાવી હતી.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
