<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

શુભમન ગીલ માત્ર ૩૧ રનથી ચૂક્યો રેકોર્ડ

સચીન-કોહલીના ફાસ્‍ટેટ ૩૦૦૦ રનનો રેકોર્ડ તોડવાથી ચૂક્યો ભારતીય કેપ્‍ટન

ચંદીગઢઃ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, મેચના બીજા દિવસે 126 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થતાં તે પોતાના ટેસ્ટ કરિયરના 3000 રન પૂરા કરવાથી માત્ર 31 રન દૂર રહી ગયો હતો. આ સાથે તે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડવાની તક ચૂકી ગયો છે.

ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દર ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી અફઘાનિસ્તાન સામેની આ ટેસ્ટ મેચ શુભમન ગિલની 41મી ટેસ્ટ મેચ અને 74મી ઇનિંગ હતી. બીજા દિવસે જ્યારે તેણે 103 રનથી પોતાની ઇનિંગ આગળ વધારી ત્યારે તેને 3000 રનના આંકડા સુધી પહોંચવા માટે વધુ 54 રનની જરૂર હતી.

જોકે, શુભમન ગિલ માત્ર 23 રન વધુ ઉમેરી શક્યો અને 126 રનના સ્કોર પર મોહમ્મદ સલીમ સફીની બોલિંગમાં વિકેટકીપર અફસર ઝઝાઈના હાથે કેચ આઉટ થયો હતો. જો ગિલે 31 રન વધુ બનાવ્યા હોત, તો તે મેચની દ્રષ્ટિએ સૌથી ઝડપી 3000 રન બનાવી વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પાછળ છોડી શક્યો હોત.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે 42 મી ટેસ્ટ મેચમાં અને સચિન તેંડુલકરે 1996માં સાઉથ આફ્રિકા સામે પોતાની 45 મી ટેસ્ટ મેચમાં 3000 રનનો આંકડો પાર કર્યો હતો.

(2:41 PM IST)