<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ભારત-અફઘાનીસ્‍તાન ટેસ્‍ટઃ ટીમ ઇન્‍ડિયા ૧૮પ-ર

ભારત વતી માનવ સુથારને ટેસ્‍ટ કેપઃ ટોસજીતી પ્રથમ બેટીંગ : યશસ્‍વી ર૪ તથા સાંઇ સુદર્શન ૮૧ રને આઉટઃ રાહુલ ૭૪ અને ગીલ ૪ રને દાવમાં

ન્‍યુ ચંદીગઢ, તા. ૧૪: ભારત અને અફઘાનિસ્‍તાન વચ્‍ચેની એકમાત્ર ઐતિહાસિક ટેસ્‍ટ મેચનો આજથી પ્રારંભ થઈ ચૂકયો છે. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્‍દ્ર સિંહ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ સ્‍ટેડિયમ ખાતે રમાઈ રહેલા આ મુકાબલામાં ભારતીય ટીમના કેપ્‍ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રવાસી અફઘાનિસ્‍તાનની ટીમને ફિલ્‍ડિંગ માટે આમંત્રિત કરી હતી. આ મેચ સાથે જ ભારતીય ટીમ પોતાની નવી ટેસ્‍ટ સીઝનની શરૂઆત કરી રહી છે. ખાસ વાત એ છે કે, આ આંતરરાષ્‍ટ્રીય સ્‍ટેડિયમ પર રમાઈ રહેલી આ સર્વપ્રથમ ટેસ્‍ટ મેચ છે. યશસ્‍વી ર૪ રને શફીનો શિકાર બન્‍યો હતો.

નવી સીઝનની આ પ્રથમ મેચ ભારતીય ક્રિકેટના યુવા ખેલાડી માટે ખૂબ જ ખાસ સાબિત થઈ છે. સ્‍પિન-બોલિંગ ઓલરાઉન્‍ડર માનવ સુથારને આજે ભારત તરફથી ટેસ્‍ટ ક્રિકેટમાં ડેબ્‍યૂ કરવાની તક મળી છે. ટીમ મેનેજમેન્‍ટે આ મેચમાં યુવા પ્રતિભાઓ પર ભરોસો મૂકીને પ્‍લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી.

વર્ષ ૨૦૨૬ માં ભારત અને અફઘાનિસ્‍તાન બંને ટીમો માટે આ પ્રથમ ટેસ્‍ટ મેચ છે. જોકે, આ મુકાબલો ૨૦૨૫-૨૭ ની વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ (WTC) ચક્રનો હિસ્‍સો નથી. તેમ છતાં, ભારતીય ટીમ આ મેચને આગામી ઓગસ્‍ટ મહિનામાં યોજાનારા શ્રીલંકા પ્રવાસની પૂર્વતૈયારી તરીકે જોઈ રહી છે, જ્‍યાં શુભમનની આગેવાની હેઠળ ભારત બે ટેસ્‍ટ મેચોની સિરીઝ રમવાનું છે.

ક્રિકેટના ઇતિહાસમાં આ બીજી એવી તક છે જ્‍યારે ભારત અને અફઘાનિસ્‍તાનની ટીમો ટેસ્‍ટ ફોર્મેટમાં આમને-સામને આવી છે. આ અગાઉ જૂન ૨૦૧૮ માં બેંગલુરુ ખાતે અફઘાનિસ્‍તાને ભારત સામે જ પોતાની પ્રથમ ડેબ્‍યૂ ટેસ્‍ટ મેચ રમી હતી, જેમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા એક ઇનિંગ્‍સ અને ૨૬૨ રનથી ભવ્‍ય વિજય મેળવ્‍યો હતો.

ક્રિકેટ ઇતિહાસની વાત કરીએ તો, અફઘાનિસ્‍તાને અત્‍યાર સુધીમાં માત્ર ૧૨ ટેસ્‍ટ મેચ રમી છે, જેમાંથી તેમણે ૪ મેચમાં જીત મેળવી છે, ૭ માં હારનો સામનો કરવો પડ્‍યો છે અને ૧ મેચ ડ્રો રહી છે.

આ લખાય છે ત્‍યારે બપોરે ૧:પ૦ કલાકે ટીમ ઇન્‍ડીયાએ બે વિકેટ ગુમાવી ૧૮પ રન બનાવ્‍યા છે. જયસ્‍વાલ બાદ સાંઇ સુદર્શન ૮૧ રને સાલેમની ઓવરમાં આઉટ થયેલ. રાહુલ ૭૪ અને ગીલ જ રને દાવમાં છે.

ભારતની ટીમ આ પ્રમાણે છે. શુભમન ગિલ (કેપ્‍ટન), કેએલ રાહુલ, યશસ્‍વી જયસ્‍વાલ, સાંઇ સુદરસન, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્‍ટન સુંદર, ધ્રુવ જુરેલ, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્‍મદ સિરાજ અને પ્રસિદ્ધ કળષ્‍ણા.

(2:59 PM IST)