<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

IPLમાં મોટો ઉલટફેરઃ જીતેલી બાજી હારી ગયું દિલ્‍હી, ડેવિડ મિલરની એક ભૂલ પડી ભારે!

છેલ્લા ૨ બોલમાં ૨ રનની જરૂર હતી ત્‍યારે સર્જાયો હાઈવોલ્‍ટેજ ડ્રામા; કિલર-મિલરનો રણનીતિક નિર્ણય દિલ્‍હીની હારનું કારણ બન્‍યો

નવી દિલ્‍હી : આઇપીએલની ચાલુ સીઝનમાં વધુ એક રોમાંચક મુકાબલો જોવા મળ્‍યો હતો, જ્‍યાં મેચ તેના છેલ્લા બોલ સુધી પહોંચી હતી. દિલ્‍હી કેપિટલ્‍સના હાથમાં રહેલી જીત અચાનક રેતીની જેમ સરકી ગઈ અને ટીમને કારમી હારનો સામનો કરવો પડ્‍યો. આ હાર પાછળ ડેવિડ મિલરનો એક વિવાદાસ્‍પદ નિર્ણય સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યો છે, જેને સોશિયલ મીડિયા પર ફેન્‍સ ‘ગેમ ચેન્‍જર' ગણાવી રહ્યા છે.

મેચના અંતિમ તબક્કે સમીકરણ એવું હતું કે દિલ્‍હીને જીતવા માટે માત્ર ૨ બોલમાં ૨ રનની જરૂર હતી. ક્રીઝ પર અનુભવી બેટ્‍સમેન ડેવિડ મિલર હાજર હતો. મિલર જેવા દિગ્‍ગજ પ્‍લેયર માટે આ ટાર્ગેટ ખૂબ જ સરળ માનવામાં આવતો હતો, પરંતુ મેદાન પર કંઈક એવું બન્‍યું જેણે સૌને ચોંકાવી દીધા.

મિલરે એક રન લેવાની તક હોવા છતાં સ્‍ટ્રાઈક પોતાની પાસે રાખવાનો -યાસ કર્યો અથવા ખોટો શોટ સિલેક્‍શન કર્યું (જેનાથી પ્રેશર વધ્‍યું). અંતિમ બોલ પર જરૂરી રન ન બનતા દિલ્‍હીની ટીમ લક્ષ્યથી વંચિત રહી ગઈ.

મેચ બાદ ક્રિકેટ પ્રેમીઓ ડેવિડ મિલરની ટીકા કરી રહ્યા છે.

નિષ્‍ણાતોનું માનવું છે કે જો મિલરે તે સમયે ગ્રાઉન્‍ડ રિયાલિટી સમજીને સમજદારી બતાવી હોત, તો દિલ્‍હી આરામથી પોઈન્‍ટ ટેબલમાં ઉપર આવી શકયું હોત. આ એક ‘અપસેટ' પરિણામે દિલ્‍હી માટે હવે પ્‍લે-ઓફની ગણતરીઓ મુશ્‍કેલ બનાવી દીધી છે.

(3:30 PM IST)