તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું:રિષભ પંતની શાનદાર ઈનિંગ
મોહમ્મદ શમીના ઘાતક સ્પેલને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદને 156 રન સુધી સીમિત રાખ્યું : લખનૌએ કેપ્ટન ઋષભ પંતની લડાયક અડધી સદીને કારણે અંતિમ ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું

લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2026 માં પોતાનું ખાતું ખોલી દીધું છે. ઋષભ પંતના નેતૃત્વમાં, લખનૌએ સીઝનના બીજા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું છે જેમાં તેણે પોતાની પહેલી જીત નોંધાવી હતી ઘરઆંગણે ઓછા સ્કોરવાળી મેચ હાર્યા બાદ, લખનૌએ હૈદરાબાદને તેના જ ઘરે હરાવ્યું હતું સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ઘાતક સ્પેલને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદને 156 રન સુધી મર્યાદિત રાખ્યા બાદ, લખનૌએ કેપ્ટન ઋષભ પંતની લડાયક અડધી સદીને કારણે અંતિમ ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું હતું
18મી ઓવરમાં રમત થોડી રોમાંચક બની છે. હર્ષ દુબેએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરતા અબ્દુલ સમદ (૧૬ રન) ને આઉટ કરીને પોતાની બીજી વિકેટ ઝડપી છે. જોકે, આ દરમિયાન ઋષભ પંતે ઓવરના છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને પોતાની શાનદાર અડધી સદી (૫૩ રન) પૂરી કરી લીધી છે.
17મી ઓવરમાં અબ્દુલ સમદે બે શાનદાર ચોગ્ગા ફટકારીને જીતની આશા વધુ પ્રબળ કરી દીધી છે. ઈશાન મલિંગાની આ અંતિમ ઓવરમાં કુલ 10 રન આવ્યા, જેની સાથે તેણે તેનો 4 ઓવરનો સ્પેલ 30રન આપી1વિકેટ સાથે પૂરો કર્યો છે.ઋષભ પંત અત્યારે 48 રને રમી રહ્યો છે અને તેને પોતાની અડધી સદી પૂરી કરવા માટે માત્ર 2 રનની જરૂર છે, જ્યારે અબ્દુલ સમદ ૧૬ રને મક્કમ છે.17ઓવરના અંતે સ્કોર 4 વિકેટે 138 રન
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
