તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
આઈપીએલ ૨૦૨૬ના ઓપનિંગ મુકાબલામાં વિરાટ કોહલીની તોફાની બેટિંગથી આરસીબીનો શાનદાર વિજય : મેચ જીત્યા બાદ સ્ટેન્ડમાં બેઠેલી અનુષ્કા શર્માને આપી ફ્લાઈંગ કિસ : જુઓ વિડીયો
સનરાઈઝર્સ ૨૦૩ રનના વિશાળ લક્ષ્યાંકને આરસીબીએ માત્ર ૧૫.૪ ઓવરમાં જ સર કર્યો : ૩૮ બોલમાં ૬૯ રન ફટકારી અણનમ રહેલા વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા વચ્ચેની રોમેન્ટિક ક્ષણો સોશિયલ મીડિયા પર વાયરલ

Picking up exactly where they left off! ❤️
— IndianPremierLeague (@IPL) March 28, 2026
Defending champions #RCB kick off their #TATAIPL 2026 campaign with a clinical, comprehensive victory over #SRH 👏
Updates ▶️ https://t.co/Eo5z0jh4K4 #KhelBindaas | #RCBvSRH | @RCBTweets pic.twitter.com/q3IAaMP3LK
બેંગલુરુ:બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ ૨૦૨૬ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે ધમાકેદાર વિજય મેળવીને સિઝનનો શાનદાર પ્રારંભ કર્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આ મેચમાં વિસ્ફોટક અર્ધસદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. જોકે, મેચના પરિણામ જેટલી જ ચર્ચા વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા વચ્ચેની હૃદયસ્પર્શી ક્ષણોની થઈ રહી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
૨૦૩ રનનો લક્ષ્યાંક આસાનીથી પાર પાડ્યો:
સનરાઈઝર્સ હૈદરાબાદે આપેલા ૨૦૩ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીની ટીમ માટે વિરાટ કોહલીએ આક્રમક વલણ અપનાવ્યું હતું. કોહલીએ માત્ર ૩૮ બોલમાં ૫ ચોગ્ગા અને ૫ ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ ૬૯ રન બનાવીને ઇનિંગને મજબૂતી આપી હતી. આરસીબીએ આ લક્ષ્યાંક માત્ર ૧૫.૪ ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો. વિરાટ કોહલીએ તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી હર્ષલ પટેલની ૧૬મી ઓવરમાં માત્ર ચાર બોલમાં ૧૭ રન ઝૂડી કાઢીને ટીમને વિજયી રન અપાવ્યા હતા.
મેદાન પર પ્રેમનો એકરાર:
જેવો જ વિરાટ કોહલીએ વિજયી શોટ ફટકાર્યો, તેણે તરત જ સ્ટેન્ડમાં બેઠેલી પત્ની અનુષ્કા શર્મા તરફ જોઈને ફ્લાઈંગ કિસ કરી હતી. અનુષ્કા શર્મા આખી મેચ દરમિયાન સ્ટેન્ડમાંથી વિરાટ અને તેની ટીમને પ્રોત્સાહિત કરી રહી હતી. વિરાટની આ પ્રતિક્રિયાના જવાબમાં અનુષ્કાએ પણ સામે ફ્લાઈંગ કિસ આપીને જવાબ આપ્યો હતો. કેમેરામાં કેદ થયેલી આ સુંદર ક્ષણો સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.
ફેન્સમાં ભારે ઉત્સાહ:
ખિચોખિચ ભરાયેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકો વિરાટની આ અનોખી સ્ટાઈલ જોઈને ખુશ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર ચાહકો વિરાટ કોહલીની શાનદાર બેટિંગની સાથે સાથે તેના પત્ની પ્રત્યેના પ્રેમના અભિવ્યક્તિના પણ ભરપૂર વખાણ કરી રહ્યા છે. આરસીબી માટે સિઝનની આ શરૂઆત માત્ર રમતની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ઈમોશનલ રીતે પણ યાદગાર બની રહી છે.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
