તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Thursday, 26th March 2026
આઇપીએલઃ મેદાન ભારતનું અને ‘‘રાજ'' પણ ભારતીયોનું: તમામ ૧૦ ટીમોની કમાન દેશી ખેલાડીઓના હાથમાં
તમામ ફ્રેન્ચાઇઝીએ વિદેશી દિગ્ગજોને બદલે ભારતીય નેતૃત્વ પર ભરોસો મૂકયો

નવી દિલ્હીઃ ની આઇપીએલની શરૂઆત ૨૮ માર્ચથી થઈ રહી છે. સિઝનની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાશે. ૧૯મી સિઝનની શરૂઆત પહેલા તમામ ટીમોના કપ્તાન સાથે બીસીસીઆઈની એક ખાસ મીટિગ થઈ. તમામ કપ્તાનોએ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું.
હકીકતમાં આ ફોટોશૂટનો ખાસ સંયોગ એ રહ્યો કે ૧૯મી સિઝનમાં ટ્રોફી સાથે તમામ ૧૦ ટીમોના કપ્તાન ભારતીય હતા. આઈપીએલ ઇતિહાસના આ દાયકામાં પહેલીવાર આવું થયું છે, જ્યારે ટ્રોફી માટે ફોટોશૂટમાં એક પણ વિદેશી કપ્તાન નથી દેખાયા.
છેલ્લા કેટલાય વર્ષોમાં આઈપીએલ ટીમોનો ટ્રેન્ડ બદલાયો છે. આઈપીએલ ટીમો હવે કપ્તાન તરીકે ભારતીય ખેલાડીઓ પર વધારે વિશ્વાસ મૂકી રહ્યા છે. આ જ કારણ છે કે હવે વધુમાં વધુ કપ્તાનો દેખાઈ રહ્યા છે. જોકે એવું નથી કે આ લીગમાં એક પણ વિદેશી કપ્તાન નથી. સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર પેટ કમિન્સના હાથમાં છે. પણ ઈજાના કારણે તે શરૂઆતી મેચોમાંથી બહાર રહેશે, જેના કારણે સનરાઈઝર્સની ટીમે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને કમાન સોંપી છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
