તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th March 2026
IPL 2026 પહેલા યુઝવેન્દ્ર ચહલનો મોટો ધડાકો: 'હવે દારૂને સ્પર્શ પણ નહીં કરું', પંજાબ કિંગ્સને ચેમ્પિયન બનાવવા લીધી ભીષ્મ પ્રતિજ્ઞા
એબી ડી વિલિયર્સના શોમાં ચહલે ખોલ્યા દિલના રાજ; ફિટનેસ માટે જીવનશૈલીમાં કર્યો મોટો ફેરફાર - ઈજા છતાં ફાઈનલ રમ્યાનો પણ કર્યો સનસનીખેજ ખુલાસો

ચંદીગઢ, આઈપીએલ ૨૦૨૬ના શંખનાદ પહેલા ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આઈપીએલ ઈતિહાસના સૌથી સફળ બોલરે ખુલાસો કર્યો છે કે તેણે છેલ્લા છ મહિનાથી દારૂનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે. ૩૫ વર્ષની ઉંમરે પોતાની ફિટનેસને નવા શિખરે લઈ જવા અને પંજાબ કિંગ્સને (PBKS) તેની પ્રથમ ટ્રોફી જીતાડવા માટે ચહલે આ કઠોર નિર્ણય લીધો છે.
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ સામે દિલની વાત
દક્ષિણ આફ્રિકાના પૂર્વ સુપરસ્ટાર એબી ડી વિલિયર્સના શોમાં વાત કરતા ચહલે જણાવ્યું કે, "એક સિનિયર ખેલાડી તરીકે મારે યુવાનો માટે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. મેં છેલ્લા છ મહિનાથી દારૂને હાથ પણ લગાવ્યો નથી. હું ઈચ્છું છું કે હું મેદાન પર મારું ૧૫૦ ટકા યોગદાન આપી શકું." ડી વિલિયર્સે પણ ચહલના આ સંયમ અને સમર્પણની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
ફાઈનલની હારનો ડંખ અને છુપાયેલી ઈજા
ગઈ સીઝનમાં પંજાબ કિંગ્સ ફાઈનલ સુધી પહોંચી હતી, પરંતુ આરસીબી સામે માત્ર ૬ રને ટ્રોફી ગુમાવવી પડી હતી. આ હાર અંગે પહેલીવાર મૌન તોડતા ચહલે કહ્યું કે, "ગઈ સીઝનમાં મને પાંસળીમાં ફ્રેક્ચર હતું અને આંગળીમાં પણ ઈજા હતી, છતાં હું સેમીફાઈનલ અને ફાઈનલ રમ્યો હતો. ઈજાને કારણે હું મારી પૂરી ક્ષમતાથી બોલિંગ કરી શક્યો નહોતો, જેનો મને આજે પણ અફસોસ છે."
લક્ષ્ય માત્ર ટ્રોફી: આઈપીએલનો 'વિકેટ કિંગ'
૧૭૪ મેચમાં ૨૨૧ વિકેટ ઝડપીને આઈપીએલના ઈતિહાસમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન ચહલ અત્યારે ભારતીય ટીમની બહાર છે, પરંતુ તેનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. તેણે સ્પષ્ટ કર્યંમ છે કે આ વખતે તેનું એકમાત્ર લક્ષ્ય પંજાબ કિંગ્સને ચેમ્પિયન બનાવવાનું છે. આ માટે તે પોતાના શરીર અને ડાયેટ પર ખાસ ધ્યાન આપી રહ્યો છે જેથી આખી સીઝન દરમિયાન તે ઘાતક બોલિંગ કરી શકે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
