<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

હૈદરાબાદની ટીમનો કેપ્‍ટન બનશે અભિષેક શર્મા !

નવી દિલ્‍હી : આઇપીએલની આગામી ૨૦૨૬ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્‍ટનશીપમાં ફેરફાર જોવા મળી શકે છે. રિપોર્ટ્‍સ અનુસાર, સનરાઇઝર્સ હૈદરાબાદે અભિષેક શર્માને કેપ્‍ટન તરીકે નિયુક્‍ત કરવાનો મોટો નિર્ણય લીધો છે. પૅટ કમિન્‍સની ગેરહાજરીમાં અભિષેક શર્માને કેપ્‍ટન તરીકે નિયુક્‍ત કરવાને લઈને ચર્ચા ચાલી રહી છે. આમ, જ્‍યાં સુધી પૅટ કમિન્‍સની ટીમમાં ફરી જોડાઈ ન જાય ત્‍યાં સુધી ટીમની કમાન અભિષેક શર્માના હાથમાં રહેશે. પૅટ કમિન્‍સની વાપસી પછી નેતળત્‍વ તેમના હાથમાં પાછું આવશે. પૅટ કમિન્‍સ હાલમાં ઘાયલ છે, જેના કારણે તે ટી૨૦ વર્લ્‍ડ કપમાં ભાગ લઈ શકયો ન હતો

(4:16 PM IST)