News of Tuesday, 17th March 2026
ઈન્ડિયન પ્રિમીયર લીગ 2026 દરમિયાન વન-ડે સહિત T20 સિરીઝ રમાશે : શિડ્યુઅલ જાહેર
IPL દરમિયાન કોઈપણ દેશ આંતરરાષ્ટ્રીય મેચો રાખતા નથી. પણ આ વખતે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે IPL દરમિયાન જ સિરીઝ રાખવાનો નિર્ણય કર્યો

મુંબઈ :ઈન્ડિયન પ્રિમીયર લીગ 2026 ની શરૂઆત 28 માર્ચથી થવાની છે. આ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે, જેમાં દર વર્ષે ઘણા મોટા ખેલાડીઓ રમવા આવે છે. સામાન્ય રીતે IPL દરમિયાન કોઈપણ દેશ આંતરરાષ્ટ્રીય મેચો રાખતા નથી. પણ આ વખતે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે IPL દરમિયાન જ સિરીઝ રાખવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશ નેશનલ ક્રિકેટ ટીમ અને ન્યૂઝીલેન્ડ નેશનલ ક્રિકેટ ટીમ વચ્ચે વનડે અને ટી 20 સિરીઝ રમાશે અને તેનું શિડ્યૂલ પણ જાહેર થઈ ગયું છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 દરમિયાન પણ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડની ટીમ સામે સિરીઝ રાખી છે. આ સિરીઝ એપ્રિલ-મે 2026માં રમાશે, જેમાં 3 વનડે અને 3 ટી20 મેચ હશે. છતાં આની IPL પર ખાસ કોઈ અસર નહીં પડે. કારણ કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કોઈ ખેલાડી IPLમાં રમતા નથી એટલે ટીમ પોતાની પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ તેમના મોટા ખેલાડીઓ IPLમાં વ્યસ્ત હોવાથી કદાચ તેમની B ટીમ સાથે રમવા આવી શકે છે.
ન્યૂઝીલેન્ડની ટીમ 13 એપ્રિલે ઢાંકા પહોંચશે. આ સિરીઝની શરૂઆત વનડે મેચથી થશે. પહેલા બે વનડે મીરપુર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે અને ત્રીજી મેચ ચટગામમાં રમાશે. ટી20 મેચો પણ આ બંને શહેરોમાં યોજાશે. આ સિરીઝ 17 એપ્રિલથી શરૂ થઈને 2 મે સુધી ચાલશે. હાલમાં બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાન સામે ઘરઆંગણે 2-1થી વનડે સિરીઝ જીતી છે. હવે તે ન્યૂઝીલેન્ડ સામે પણ જીતનો સિલસિલો ચાલુ રાખવાની આશા રાખી રહી છે.
17 એપ્રિલે પહેલી મેચ મીરપુર ક્રિકેટ સ્ટેડિયમ (ઢાકા)માં રમાશે, 20 એપ્રિલે બીજી મેચ પણ અહીં જ થશે, અને 23 એપ્રિલે ત્રીજી મેચ ચંટગામમાં રમાશે. ટી20 સિરીઝમાં 27 અને 29 એપ્રિલે મેચ ચટગાંવમાં થશે જ્યારે 2 મેની છેલ્લી મેચ ફરી મીરપુર (ઢાકા)માં રમાશે.
આ સિવાય બાંગ્લાદેશ વુમન નેશનલ ક્રિકેટ પણ શ્રીલંકા સામે સિરીઝ રમશે. મહિલા વનડે મેચ 20, 22 અને 25 એપ્રિલે Rajshahiમાં થશે. ત્યારબાદ ટી20 મેચો 28, 30 એપ્રિલ અને 2 મેના રોજ સિલહટમાં રમાશે
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
