<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

નવા પાઠ્યપુસ્તકોમાં નારી શક્તિની ગુંજ :મહિલા ક્રિકેટરોના જીવનના સંઘર્ષ અને સફળતાની વાર્તાઓને સ્થાન મળશે

મહિલા ખેલાડીઓનો સંઘર્ષ અને સિદ્ધિઓ માત્ર મેદાન પૂરતી નહીં પરંતુ તે પાઠ્યપુસ્તકોનો હિસ્સો પણ બની પ્રેરણા આપશે

ભારતીય મહિલા ક્રિકેટરોએ વિશ્વના મેદાન પર જે રીતે તિરંગો લહેરાવ્યો છે, તેનાથી આખું વિશ્વ પરિચિત છે. હવે આ મહિલા ખેલાડીઓનો સંઘર્ષ અને તેમની સિદ્ધિઓ માત્ર મેદાન પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે પાઠ્યપુસ્તકોનો હિસ્સો પણ બની રહી છે. આગામી પેઢીને પ્રેરણા આપવા માટે શિક્ષણ જગતે આ એક ઐતિહાસિક અને આવકારદાયક નિર્ણય લીધો છે.

 

શિક્ષણ ક્ષેત્રે એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી બાળકો પાઠ્યપુસ્તકોમાં મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ, વૈજ્ઞાનિકો અને પુરુષ ખેલાડીઓ વિશે વાંચતા હતા, પરંતુ હવે તેમાં 'નારી શક્તિ'નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો મુજબ, ઓરિએન્ટ બ્લેકસ્વાન દ્વારા પ્રકાશિત નવા પાઠ્યપુસ્તકોમાં મહિલા ક્રિકેટરોના જીવનના સંઘર્ષ અને તેમની સફળતાની વાર્તાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ એ છે કે શાળાઓમાં ભણતા બાળકો, ખાસ કરીને દીકરીઓ, નાનપણથી જ સમજી શકે કે કોઈ પણ ક્ષેત્ર હવે અજેય નથી. રમતગમત જેવા ક્ષેત્રમાં મહિલાઓએ કેવી રીતે રૂઢિચુસ્ત વિચારોને તોડીને પોતાની જગ્યા બનાવી છે, તે જાણવું બાળકો માટે ખૂબ જ જરૂરી છે.

 

આ માત્ર કોઈ વાર્તાની ચોપડી પૂરતું મર્યાદિત નથી. મહિલા ક્રિકેટ જગતની આ સિદ્ધિઓને વિજ્ઞાન, સામાજિક અભ્યાસ અને જનરલ નોલેજ (GK) જેવા મુખ્ય વિષયોમાં વણી લેવામાં આવી છે. ઉદાહરણ તરીકે, તેમની ફિટનેસ અને રમતની ટેકનિકને વિજ્ઞાન સાથે સાંકળવામાં આવી છે, જ્યારે સામાજિક અભ્યાસમાં સ્ત્રી-પુરુષ સમાનતાના ઉદાહરણ તરીકે તેમની સફર દર્શાવવામાં આવી છે. આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓ શીખી શકશે કે કેવી રીતે મિતાલી રાજ, હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના જેવી ખેલાડીઓએ શૂન્યમાંથી સર્જન કરીને ભારતને ગૌરવ અપાવ્યું છે.

 

ઘણી મહિલા ખેલાડીઓ એવા પશ્ચાદભૂમાંથી આવે છે જ્યાં છોકરીઓ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હતું. આ પુસ્તકોમાં તેમના બાળપણના સંઘર્ષ, તાલીમ સમયની મુશ્કેલીઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી

જ્યારે રમતગમતના આઈકોન્સ પુસ્તકોમાં સ્થાન પામે છે, ત્યારે સમાજની જોવાની દ્રષ્ટિ પણ બદલાય છે. વાલીઓ પણ હવે પોતાની દીકરીઓને મેદાનમાં મોકલતા અચકાશે નહીં. "બેટી બચાવો, બેટી પઢાવો" અભિયાનની સાથે હવે "બેટી ખેિલાવો" મંત્ર પણ સાર્થક થઈ રહ્યો છે. આ નિર્ણયથી માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ અન્ય રમતોની મહિલા ખેલાડીઓને પણ ભવિષ્યમાં આ સન્માન મળવાની આશા જાગી છે

(1:20 PM IST)