તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
અભિષેક અને કિશન નં.૧ની રેસમાં : તિલક સાતમાં અને સૂર્યા નવમાં ક્રમે તો સંજુ ૨૨માં સ્થાને
આઇસીસી ટી૨૦ રેન્કીંગ જાહેર

નવી દિલ્હી : આઇસીસી એ ફરી એકવાર રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ઈશાન કિશને લાંબી છલાંગ લગાવી બીજા નંબર પર સ્થાન મેળવ્યું છે. હવે, નંબર વન પર અભિષેક શર્માનું સ્થાન ખતરામાં છે. સંજુ સેમસન પણ પોતાના ઉત્તમ પ્રદર્શનને કારણે ઉપર છલાંગ લગાવવામાં સફળ રહ્યો છે. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને થોડું નુકસાન થયું છે.
આઇસીસી ટી૨૦ રેન્કીંગમાં અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન રહ્યો છે. અભિષેક શર્માનું રેટિંગ ૮૭૫ છે. તેના પછી ઈશાન કિશન ૮૭૧ પર પહોંચી ગયો છે.
પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન સાહિબજાદા ફરહાન એક સ્થાન નીચે ઉતરીને ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. તેનું વર્તમાન રેટિંગ ૮૪૮ છે. ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ પણ એક સ્થાન નીચે ઉતર્યા છે. તે ૭૯૨ રેટિંગ સાથે ચોથા ક્રમે છે. શ્રીલંકાના પથુમ નિસાન્કા પાંચમા ક્રમે યથાવત છે. ન્યુઝીલેન્ડના ટિમ સીફર્ટે આ વખતે નોંધપાત્ર સુધારો કર્યો છે. તેઓ ચાર સ્થાન આગળ વધીને છઠ્ઠા ક્રમે પહોંચી ગયા છે, તેમનું રેટિંગ ૭૪૯ છે.
ભારતના તિલક વર્મા પણ આ વખતે એક સ્થાન નીચે ઉતર્યા છે. તેઓ હવે સાતમા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ આઠમા ક્રમે છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ બે સ્થાન નીચે ઉતરીને નવમા ક્રમે આવી ગયા છે. તેમનું રેટિંગ ૭૨૨ છે. ઈંગ્લેન્ડના જોસ બટલર ૭૧૬ રેટિંગ સાથે દસમા ક્રમે છે. સંજુ સેમસને આ વખતે ૧૮ સ્થાનની છલાંગ લગાવી ૨૨ માં ક્રમે પહોંચી ગયો છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
