તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પણ થઈ કૅન્સલ, હવે જુદી જુદી કમર્શિયલ ફ્લાઇટમાં કરવું પડયું બુકિંગ
જય શાહે વાત કરીને સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓને સુરક્ષિત સ્વદેશ પહોંચાડવાની ખાતરી આપી

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને કારણે હવાઈ મુસાફરીમાં વિક્ષેપોને કારણે ICCએ ભારતમાં જ ફસાઈ રહેલા સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમોની ઘરવાપસી માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સનું આયોજન કર્યું હતું. જોકે એ પણ છેલ્લી ઘડીએ કેન્સલ થઈ જતાં ICCએ અલગ-અલગ કમર્શિયલ ફ્લાઈટમાં ખેલાડીઓનું વ્યક્તિગત બુકિંગ કર્યું હતું. ICCના ચૅરમૅન જય શાહે વ્યક્તિગત રીતે આ બાબતે લાગતાવળગતા લોકો સાથે વાત કરીને દરેક ખેલાડીઓને સુરક્ષિત તેમના દેશમાં પહોંચાડવાનો ભરોસો આપ્યો હતો.
વેસ્ટ ઈન્ડીઝના હેડ કોચ ડેરેન સેમી સોમવારે રાત્રે સ્વદેશ જવા માટે રવાના થઈ ગયા હતા અને બાકીના ખેલાડીઓ તેમની ફ્લાઈટના બુકિંગ પ્રમાણે રવાના થઈ રહ્યા હતા.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
