તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
કુલદીપના શનિવારે મસૂરીમાં લગ્ન, મંગળવારે લખનઉમાં રિસેપ્શન

નવી દિલ્હી : ક્રિકેટર કુલદીપ યાદવ હવે જીવનની નવી ઇનિંગ્સની તૈયારીમાં લાગી ગયો છે. કુલદીપ યાદવ અને તેની બાળપણની મિત્ર વંશિકાનાં લગ્ન મસૂરીના એક લકઝરી રિસોર્ટમાં યોજાશે. લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ અને બન્ને પરિવારોના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પણ કુલદીપના પિતાએ આમંત્રણ આપ્યું છે. શુક્રવારે મહેંદી અને સંગીત તેમ જ શનિવારે લગ્ન બાદ મંગળવારે લખનઉમાં એક શાનદાર રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રિસેપ્શનમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સહિત બૉલીવુડ સ્ટાર અને કેટલાક નેતાઓ પણ નવદંપતીને આશીર્વાદ અને શુભેચ્છા આપવા આવી શકે છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
