તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
ગુજરાત ટાઇટનસે બેટીંગ કોચ તરીકે મેથ્યુ હેડનની નિમણૂંક કરી

નવી દિલ્હીઃ ગુજરાત ટાઇટન્સે આઇપીએલ ૨૦૨૬ પહેલા તેમના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરીને એક મોટું પગલું ભર્યું છે. ફ્રેન્ચાઇઝીએ આગામી સીઝન માટે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મેથ્યુ હેડન ને તેમના બેટીગ કોચિંગ તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાત ટાઈટન્સની ટીમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને હેડનની નિમણૂકની જાહેરાત કરી હતી. ગુજરાત ટાઈટન્સે કેપ્શનમાં લખ્યું હતું, પાવરહાઉસ. લિજેન્ડ. અમારા નવા બેટિંગ કોચ.
બેટિંગ કોચની જવાબદારી સંભાળ્યા પછી, મેથ્યુ હેડને કહ્યું, સારી બેટિગ પ્રેશર બનાવે છે. શાનદાર બેટિગ મેચ પર પ્રભુત્વ ધરાવે છે. આ તે ધોરણ છે જે અમે ગુજરાત ટાઇટન્સ પર સ્થાપિત કરવા માંગીએ છીએ
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
