તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
ટી૨૦ વર્લ્ડકપની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેરઃ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સંજુ સેમસન સહિત ૪ ભારતીયોનો દબદબો

નવી દિલ્હી તા.૧૦: ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૬માં ભારતની ઐતિહાસિક જીત બાદ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ આ ટુર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ટીમની જાહેરાત કરી છે. આ ડ્રીમ ટીમમાં ચેમ્પિયન ભારતીય ટીમના ૪ ધુરંધરોને સ્થાન મળ્યું છે, જે દર્શાવે છે કે આખા વિશ્વમાં અત્યારે ભારતીય ક્રિકેટનો સૂરજ મધ્યાホે તપી રહ્યો છે.
આ ૪ ભારતીય સ્ટાર્સને મળ્યું સ્થાનઃ સંજુ સેમસન, જસપ્રીત બુમરાહ, ઈશાન કિશન, હાર્દિક પંડયા.
જયારે આઇસીસીની ટી૨૦ વર્લ્ડકપની ટીમ આ મુજબ છે. સાહિબઝાદા ફરહાન (પાકિસ્તાન), સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, એઈડન માર્કરામ (કેપ્ટન - દક્ષિણ આફ્રિકા), હાર્દિક પંડ્યા, વિલ જેક્સ (ઈંગ્લેન્ડ), જેસન હોલ્ડર (વેસ્ટ ઈન્ડિઝ), જસપ્રીત બુમરાહ, લુંગી એનગિડી (દક્ષિણ આફ્રિકા), આદિલ રશીદ (ઈંગ્લેન્ડ), બ્લેસિંગ મુઝારાબાની (ઝિમ્બાબ્વે).
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
