<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ફીફાના અધ્‍યક્ષે વર્લ્‍ડકપની સફળતા બદલ જય શાહને અભિનંદન આપ્‍યા

અમદાવાદઃ ભારત અને શ્રીલંકા દ્વારા સહ-યજમાની કરાયેલી આઈસીસી ટી૨૦ વર્લ્‍ડકપના આયોજનને બિરદાવતા, ફીફા અધ્‍યક્ષ જિયાની ઇન્‍ફેન્‍ટિનોએ શ્રી જય શાહને અભિનંદન પાઠવ્‍યા છે.

પોતાની ઇન્‍ટાગ્રામ પોસ્‍ટમાં ઇન્‍ફેન્‍ટિનોએ લખ્‍યું, આઈસીસી અને મારા મિત્ર જય શાહને વધુ એક શાનદાર રીતે આયોજિત ટી૨૦ વર્લ્‍ડ કપ માટે અભિનંદન. વધુ એક ટાઇટલ જીતવા બદલ ભારતને ખૂબ ખૂબ અભિનંદન. તમારા અદ્દભૂત દેશની મુલાકાત લીધા પછી, હું જાણું છું કે આ તમારા માટે કેટલું મહત્‍વનું છે.

અગાઉ ગત ફેબ્રુઆરીમાં, જિયાની ઇન્‍ફેન્‍ટિનો મિલાનમાં શ્રી જય શાહને મળ્‍યા હતા, જે વિશ્વની બે સૌથી લોકપ્રિય રમતો વચ્‍ચે એક મોટી ક્રોસઓવર ક્ષણ હતી. શાહને મળ્‍યા પછી, ઇન્‍ફેન્‍ટિનોએ ઇન્‍સ્‍ટાગ્રામ પર આઈસીસી અધ્‍યક્ષ સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેમણે ક્રિકેટના વિકાસમાં તેમના કામની પ્રશંસા કરી હતી અને ૨૦૨૮ ના લોસ એન્‍જલસ ઓલિમ્‍પિકમાં આ રમતની ભવ્‍ય વાપસી માટે તેમને શુભેચ્‍છા પાઠવી હતી. રવિવારે પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ હેન્‍ડલ પર ભારતીય જર્સી પકડેલો પોતાનો એક ફોટો શેર કરતા ઇન્‍ફેન્‍ટિનોએ ભારતીય ક્રિકેટ ટીમને રેકોર્ડ ત્રીજું મેન્‍સ વ્‍૨૦ વર્લ્‍ડ કપ ટાઇટલ જીતવા બદલ પણ અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે રમતગમત દ્વારા વિશ્વને એક કરવાના તેમના પ્રયાસમાં શાહ સાથે સહયોગ કરવાની ઈચ્‍છા પણ વ્‍યક્‍ત કરી હતી

(2:53 PM IST)