<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

FIFA અધ્‍યક્ષે ICC મેન્‍સ T20 વર્લ્‍ડ કપ ૨૦૨૬ની સફળતા પર જય શાહને અભિનંદન પાઠવ્‍યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ કાઉન્‍સિલ (ICC) દ્વારા યોજવામાં આવેલા મેન્‍સ T૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬માં યજમાન દેશ ભારતે અમદાવાદના ખીચોખીચ ભરેલા નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ન્‍યૂઝીલેન્‍ડની ટીમને હરાવીને ઐતિહાસિક ત્રીજું અને સતત બીજું T૨૦ વર્લ્‍ડ કપ ટાઈટલ જીત્‍યું હતું. T૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ના આયોજનની સફળતા બાદ વૈશ્વિક રમત જગત આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ કાઉન્‍સિલ (ICC) ના અધ્‍યક્ષ શ્રી જય શાહના દૂરંદેશી નેતળત્‍વની પ્રશંસા કરી રહ્યું છે. રમતને વૈશ્વિક બનાવવા અને T૨૦ ફોર્મેટને નવી ચાઈઓ પર લઈ જવાના તેમના પ્રયાસોએ આ ટુર્નામેન્‍ટને અભૂતપૂર્વ વૈશ્વિક ઉત્‍સવમાં સફળતાપૂર્વક પરિવર્તિત કરી છે.

ભારત અને શ્રીલંકા દ્વારા સહ-યજમાની કરાયેલી આ એક મહિના લાંબી ટુર્નામેન્‍ટના વિશાળ સ્‍કેલ અને ક્ષતિરહિત આયોજનને સમગ્ર રમતગમત જગતમાંથી ભારે પ્રશંસા મેળવી છે. આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવતા, ફીફા (FIFA) અધ્‍યક્ષ જિયાની ઇન્‍ફેન્‍ટિનોએ શ્રી જય શાહને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્‍યા છે.

આઈસીસી અધ્‍યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્‍યા ત્‍યારથી, જય શાહ ક્રિકેટના વૈશ્વિક વ્‍યાપને વિસ્‍તારવામાં મહત્‍વની ભૂમિકા ભજવી રહ્યા છે. આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ કાઉન્‍સિલ (ICC) દ્વારા યોજવામાં આવેલા મેન્‍સ T૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ એ અત્‍યાર સુધીની સૌથી વધારે વ્‍યૂઅરશીપનો નવો કિર્તિમાન સ્‍થાપિત કર્યો છે. મેન્‍સ T૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬નું પ્રસારણ ૮૦ કરતાં વધારે પ્રદેશોમાં અને ૧૫ કરતાં વધારે ભાષાઓમાં કરવામાં આવ્‍યું હતું.

(1:17 PM IST)