તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
કોચ સાહેબ, તમારા ચહેરા પર સ્મિત ખૂબ જ સુંદર લાગે છે : બુમરાહ વિશે કંઇ ના લખું તો જ સારૂ છે...ચેમ્પિયન બોલર!
ધોની, રોહિત અને જય શાહે એક સાથે ફાઇનલ મેચની મજા માણી : ચેમ્પિયન બન્યા બાદ માહી એ ઇન્સ્ટાગ્રામમાં ગંભીર અને બુમરાહના વખાણ કર્યા

નવી દિલ્હી : મેદાન પરની ઐતિહાસિક જીત બાદ સોશિયલ મીડિયા પર પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની એક પોસ્ટ અત્યારે જોરદાર વાઇરલ થઈ રહી છે. લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર એક્ટીવ થયેલા ધોનીએ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવતા હેડ કોચ ગૌતમ ગંભીર માટે ખાસ લખ્યું કે, ‘કોચ સાહેબ, તમારા ચહેરા પર સ્મિત ખૂબ જ સુંદર લાગે છે.' ગંભીર સામાન્ય રીતે ગંભીર રહેવા માટે જાણીતા છે, ત્યારે ધોનીની આ રમૂજી ટિપ્પણીએ ફેન્સનું દિલ જીતી લીધું છે. ધોનીએ અમદાવાદમાં સર્જાયેલા આ ઇતિહાસને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.
ધોનીએ પોતાની પોસ્ટમાં ચેમ્પિયન બોલર બુમરાહના પણ મુક્ત મને વખાણ કર્યા હતા. તેણે મજાકિયા અંદાજમાં લખ્યું કે, ‘બુમરાહ વિશે કંઈ ના લખું તો જ સારું છે... ચેમ્પિયન બોલર!' ઉલ્લેખનીય છે કે ફાઈનલ મેચ દરમિયાન ધોની પોતે વીવીઆઇપી બોક્સમાં રોહિત શર્મા સાથે બેસીને ટીમનો ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો. ધોનીની આ પોસ્ટે એ તમામ અફવાઓ પર વિરામ મૂકી દીધો છે જે ગંભીર અને ધોની વચ્ચેના સંબંધોને લઈને અવારનવાર સોશિયલ મીડિયા પર ચાલતી હોય છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
