News of Monday, 9th March 2026
ફાઈનલના આગલા દિવસે મેં મારી પિતરાઈ બહેનને કાર અકસ્માતમાં ગુમાવી હતીઃ કિશન

નવી દિલ્હીઃ ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલમાં ૨૫ બોલમાં ૫૪ રનની તોફાની ઈનિગ રમનાર ઈશાને મેચ બાદ તેણે જણાવ્યું કે, 'ફાઈનલના માત્ર એક દિવસ પહેલા જ તેણે તેની પિતરાઈ બહેનને એક કાર અકસ્માતમાં ગુમાવી હતી.'
મેચ બાદ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા ઈશાને જણાવ્યું કે, ‘શનિવારે (૭ માર્ચ) મારી બહેનનું અકસ્માતમાં અવસાન થયું હતું. હું ખૂબ જ આઘાતમાં હતો, પણ હાર્દિક ભાઈએ મને હિમત આપી અને કહ્યું કે ટીમને પ્રાથમિકતા આપો. આજે મહિલા દિવસ (આઠમી માર્ચ) પણ છે, એટલે મેં આ જીત મારી બહેનને સમર્પિત કરી છે.' તેણે માત્ર બેટિગ જ નહીં, પરંતુ વિકેટ પાછળ પણ બે શાનદાર કેચ ઝડપીને પોતાની વ્યાવસાયિક પ્રતિબદ્ધતા સાબિત કરી હતી.
વર્લ્ડ કપ માટે સૂર્યકુમાર યાદવ સાથેની વાતચીતને યાદ કરતાં ઇશાન કિશને કહ્યું કે, 'જ્યારે સૂર્યભાઈએ ફોન કર્યો, ત્યારે મેં સ્ક્રીનશોટ લીધો અને વિચાર્યું કે તે વર્લ્ડ કપ માટે છે. તેમણે પૂછ્યું કે શું હું વર્લ્ડ કપ જીતીશ. મેં કહ્યું, 'શું તમે મારા પર વિશ્વાસ કરશો?' તેમણે કહ્યું, 'ઠીક છે, મેં કરી બતાવ્યું.'
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
