<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ભારતીય ટીમ ઉપર રૂપિયાના વરસાદઃ ૨૭.૫૦ કરોડનું ઇનામ

રનરઅપ ન્‍યુઝીલેન્‍ડની ટીમને ૧૪.૬૭ કરોડનું ઇનામઃ અન્‍ય ટીમોને પણ પ્રાઇઝમની અપાઇ

નવી દિલ્‍હીઃ ટી ૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ જીતનારી ભારતીય ટીમને આઇસીસી તરફથી ૩ મિલિયન ડોલર (અંદાજે રૂા.૨૭.૫૦ કરોડ) ની ઈનામી રકમ મળી છે. બીજી તરફ, ફાઈનલમાં હારનાર ન્‍યુઝીલેન્‍ડની ટીમને રનર-અપ તરીકે ૧.૬ મિલિયન ડોલર (અંદાજે રૂા.૧૪.૬૭ કરોડ) આપવામાં આવ્‍યા છે. કીવી ટીમનું પ્રથમ વખત વર્લ્‍ડ કપ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહ્યું છે.

સેમિ ફાઈનલમાં હારનારી ટીમો (ઈંગ્‍લેન્‍ડ અને દક્ષિણ આફ્રિકા) ને પણ ખાલી હાથે ઘરે જવું પડ્‍યું નથી, તેમને ૦.૭૯ મિલિયન ડોલર (અંદાજે રૂા.૭.૨૪ કરોડ) મળ્‍યા છે. આ સિવાય ૫ થી ૧૨માં ક્રમે રહેલી ટીમોને રૂા.૩.૪૮ કરોડ અને ૧૩ થી ૨૦માં ક્રમની ટીમોને રૂા.૨.૨૯ કરોડની પ્રાઈઝ મની મળી છે.

આ વખતે ઇન્‍ટરનેશનલ ક્રિકેટ કાઉન્‍સિલ (ICC) એ કુલ ૧૩.૫ મિલિયન ડોલર (અંદાજે રૂા.૧૨૩.૭૭ કરોડ) નું રેકોર્ડબ્રેક પ્રાઈઝ પૂલ રાખ્‍યું હતું. જે ૨૦૨૪ ના વર્લ્‍ડ કપ કરતા ૨૦% વધુ છે. ૨૦૨૪ માં કુલ ૧૧.૨૫ મિલિયન ડોલર વહેંચવામાં આવ્‍યા હતા. આ વધારો દર્શાવે છે કે વ્‍૨૦ ક્રિકેટની લોકપ્રિયતા અને તેની વ્‍યાવસાયિક કિમત સતત વધી રહી છે.

 

(10:50 AM IST)