તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th March 2026
‘હવે કંઈક નવું લાવો!’: T20 વર્લ્ડકપ ફાઈનલના જંગ પહેલા સૂર્યાની સેંટનરને મેદાન બહાર જ ‘ક્લીન બોલ્ડ’ કરતી ચેતવણી
સૂર્યાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ‘તમે જે રણનીતિઓ વાપરો છો એ હવે અમે ઉકેલી લીધી છે, હવે મેદાન પર કંઈક નવું લઈને આવજો!’ સૂર્યાનો આ જવાબ દર્શાવે છે કે તે ફાઈનલના મહાજંગ માટે માનસિક રીતે કેટલો સજ્જ છે

અમદાવાદ:T20 વર્લ્ડકપની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ પહેલા મેદાન પરનો ગરમાવો હવે સોશિયલ મીડિયા અને નિવેદનબાજી સુધી પહોંચી ગયો છે. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન અને 'મિસ્ટર 360' તરીકે જાણીતો સૂર્યકુમાર યાદવ અત્યારે ફુલ ફોર્મમાં છે, ત્યારે તેની આક્રમક બેટિંગને રોકવા માટે હરીફ ટીમો અવનવી રણનીતિઓ ઘડી રહી છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડના સ્પિનર મિચેલ સેંટનરના એક નિવેદન પર સૂર્યાએ આપેલા બેધડક જવાબથી ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે.
"તમારી આ ટ્રિક્સ હવે જૂની થઈ ગઈ છે..."
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફાઈનલ મેચ પૂર્વે રણનીતિ અંગેની વાતચીતમાં જ્યારે સેંટનરે સૂર્યાની સ્ટાઈલને રોકવાનો ઈશારો કર્યો, ત્યારે ભારતીય વિસ્ફોટક બેટ્સમેને આત્મવિશ્વાસ સાથે વળતો પ્રહાર કર્યો હતો. સૂર્યાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ‘તમે જે રણનીતિઓ વાપરો છો એ હવે અમે ઉકેલી લીધી છે, હવે મેદાન પર કંઈક નવું લઈને આવજો!’ સૂર્યાનો આ જવાબ દર્શાવે છે કે તે ફાઈનલના મહાજંગ માટે માનસિક રીતે કેટલો સજ્જ છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
