<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

બેટરો-બોલરોઍ રંગ રાખ્યો : ભારત ફાઇનલમાં : અંગ્રેજા ઘરભેગા

હવે રવિવારે ભારત અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે ફાઇનલ મુકાબલો : અંતિમ ઓવરોમાં બુમરાહ અને હાર્દિકે ઇંગ્‍લેન્‍ડના બેટરોને જકડી રાખ્‍યા : વરૂણ અને અક્ષરની પણ ધારદાર બોલીંગ : મેચમાં કુલ ૪૯૯ રન બન્‍યા

નવી દિલ્‍હી : ભારતે ૨૦૨૬ ટી૨૦ વર્લ્‍ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્‍લેન્‍ડને ૭ રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. સેમિફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૫૩ રન બનાવ્‍યા હતા. જવાબમાં ઇંગ્‍લેન્‍ડ ફક્‍ત ૨૪૬ રન જ બનાવી શકયું હતું. ભારતે સેમિફાઇનલ ૭ રનથી જીતી લીધી હતી.

ઇંગ્‍લેન્‍ડ માટે જેકબ બેથેલે ૪૮ બોલમાં ૧૦૫ રન બનાવ્‍યા હતા, પરંતુ તે ઇંગ્‍લેન્‍ડને જીત અપાવી શકયો નહીં.  ઇંગ્‍લેન્‍ડે મેચમાં જોરદાર લડત આપી હતી, પરંતુ જસપ્રીત બુમરાહે ૧૬મી ઓવરમાં ૮ રન અને ૧૮મી ઓવરમાં ૬ રન આપીને ભારતની જીત લગભગ સુનિヘતિ કરી દીધી હતી.

સંજુ સેમસનની શાનદાર બેટિંગ અને ભારતીય બોલરોના જોરદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્‍ડિયાએ ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ ની સેમિફાઇનલમાં ઇંગ્‍લેન્‍ડને સાત રનથી હરાવ્‍યું અને ફાઇનલમાં પ્રવેશ કર્યો. મુંબઈના વાનખેડે સ્‍ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્‍લેન્‍ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.  સેમસનની તોફાની અડધી સદી (૮૯ રન) ની મદદથી ભારતે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૨૫૩ રન બનાવ્‍યા. જવાબમાં, ઇંગ્‍લેન્‍ડની ટીમ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટે ૨૪૬ રન જ બનાવી શકી. તેમના તરફથી જેકબ બેથેલે ૧૦૫ રન બનાવ્‍યા. આ દરમિયાન, ભારત તરફથી હાર્દિક પંડ્‍યાએ બે વિકેટ લીધી જ્‍યારે અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી.

૨૫૪ રનના રેકોર્ડ લક્ષ્યનો પીછો કરતા ઇંગ્‍લેન્‍ડે ૧૭  ઓવરમાં ૨૦૯ રન બનાવ્‍યા હતા. તેમને છેલ્લી ત્રણ ઓવરમાં ૪૫  રનની જરૂર હતી. જેકબ બેથેલ અને સેમ કરન તૈયાર હતા અને ઇંગ્‍લેન્‍ડનો વિજય સંપૂર્ણપણે શકય લાગતો હતો.

આ દરમિયાન, ૧૮ મી ઓવરમાં  જસપ્રીત બુમરાહ તેના સ્‍પેલની છેલ્લી ઓવર નાખવા આવ્‍યો. તેણે ફક્‍ત છ રન આપ્‍યા  અને ત્‍યાંથી  મેચ ભારતના પક્ષમાં થઈ ગઈ. હવે બધાની નજર હાર્દિક પંડ્‍યા પર હતી. ૧૯ મી ઓવરમાં હાર્દિક શાનદાર બોલિંગ કરી અને વિકેટ મેળવી. ૧૯મી ઓવરમાં હાર્દિકે ૯ રન આપ્‍યા હતા. ભારતીય બોલરોએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

 

(2:34 PM IST)