તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સ લગાવનાર દેશ બન્યો ભારત, તોડ્યો વેસ્ટ ઇન્ડિઝનો રેકોર્ડ

નવી દિલ્હી : ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં દબદબાભેર એન્ટ્રી કરી લીધી છે. આ દિલધડક મેચમાં ભારતે ક્રિકેટ ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. ટીમ ઇન્ડિયા હવે એક જ ટી૨૦ વર્લ્ડ કપ એડીશનમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ બનાવ્યો છે. આ ઐતિહાસિક પ્રદર્શન સાથે ભારતે વેસ્ટ ઇન્ડીઝનો પાછલો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
જો આપણે એક જ વર્લ્ડ કપ એડીશનમાં સૌથી વધુ છગ્ગા મારનારી ટોપની પાંચ ટીમોની યાદી પર નજર કરીએ તો ભારત ટોચ પર આવ્યું છે. ભારત બાદ ૨૦૨૬ માં, વેસ્ટ ઇન્ડીઝે ૭૬ છગ્ગા સાથે ટુર્નામેન્ટમાં બીજા નંબરે છે. જ્યારે સાઉથ આફ્રિકા ૭૨ છગ્ગા સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. આ યાદીમાં વેસ્ટ ઇન્ડીઝનો ૨૦૨૪ નું પ્રદર્શન (૬૨ છગ્ગા) પણ સામેલ છે.
ભારતની આ સિદ્ધિ સાબિત કરે છે કે તેઓ હવે માત્ર પરિસ્થિતિઓને અનુકૂલન કરવાની જ નહીં, પણ રમતને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરવાની માનસિકતા સાથે મેદાનમાં ઉતરે કરે છે. ૨૦૨૪ના એડીશનમાં ભારતે દર ૧૪.૭૮ બોલમાં છગ્ગો મારતું હતું. ૨૦૨૬માં આ ગતિમાં વધારો થયો છે. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામેનો આ રેકોર્ડ તોડવો એ ફેન્સ માટે ઉત્સાહનો વિષય નથી પરંતુ એ પણ દર્શાવે છે કે ભારતીય બેટિંગની ગેહરાઈ હવે વિશ્વના કોઈપણ બોલિંગ એટેકને ધ્વસ્ત કરવા સક્ષમ છે.
એક ટી૨૦ વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ છગ્ગા મારનારી ટોપની ૫ ટીમ : ૧. ભારત (૨૦૨૬) : ૮૮ છગ્ગા (૧૦.૮ બોલ પ્રતિ છગ્ગા) ૨. વેસ્ટ ઇન્ડીઝ (૨૦૨૬) : ૭૬ છગ્ગા (૧૦.૭૧ બોલ પ્રતિ છગ્ગા) ૩. દક્ષિણ આફ્રિકા (૨૦૨૬) : ૭૨ છગ્ગા (૧૨.૧૫ બોલ પ્રતિ છગ્ગા) ૪. વેસ્ટ ઇન્ડીઝ (૨૦૨૪) : ૬૨ છગ્ગા (૧૨.૬૪ બોલ પ્રતિ છગ્ગા) ૫. ભારત (૨૦૨૪) : ૬૧ છગ્ગા (૧૪.૭૮ બોલ પ્રતિ છગ્ગા )
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
