News of Thursday, 5th March 2026
ચોકર્સનો દબદબો પુરોઃ ન્યુઝીલેન્ડ ફાઇનલમાં
એલનએ માત્ર ૩૩ બોલમાં સદી ફટકારીઃ આફ્રિકનોનું સપનું રોળાયું

નવી દિલ્હીઃ આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની પહેલી સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામે શાનદાર જીત નોંધાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
પ્રથમ બેટિંગ માટે ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ૧૭૦ રનનો લક્ષ્યાંક મુકયો. માર્કો જેનસન એ ૩૦ બોલમાં અણનમ ૫૫ રન ફટકારી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. બ્રેવિસ એ ૩૪ રન અને સ્ટાબ્સ એ ૨૯ રન ઉમેરતા ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું.
ન્યુઝીલેન્ડના મેટહેનરી, રચિન રવિન્દ્ર અને મેકકોન્ચીએ ૨-૨ વિકેટ ઝડપી લીધેલ હતી.
જવાબમાં સેફર્ટ પ૮ નો એલનએ માત્ર ૩૩ બોલમાં ૧૦૦ રન (૧૦ ચોગ્ગ, ૮ છગ્ગા) બનાવ્યા હતા.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
