તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 2nd March 2026
રોહિત-કોહલી ફરી ઉતરશે મેદાનમાં: અફઘાનિસ્તાન સીરીઝ માટે શેડયુલ જાહેર
જુનમાં એક ટેસ્ટ અને ત્રણ વન-ડે રમશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. અફઘાનિસ્તાન યજમાન ભારત સામે એક ટેસ્ટ અને ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
એકમાત્ર ટેસ્ટ મેચ ૬ જૂનથી ન્યુ ચંદીગઢ (મુલ્લાનપુર) માં શરૂ થશે. ત્યારબાદ ૧૪, ૧૭ અને ૨૦ જૂને ત્રણ વન-ડે મેચ રમાશે. પહેલી વન-ડે ધર્મશાળામાં, બીજી લખનૌમાં અને ત્રીજી ચેન્નાઈમાં રમાશે. આ પ્રવાસમાં કોઈ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચનો સમાવેશ થતો નથી, કારણ કે આ શ્રેણી વર્લ્ડ કપના થોડા મહિના પછી જ યોજાવાની છે.
૨૦૨૭ વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ત્રણ મેચ ભારતીય ટીમ માટે પ્રયોગ કરવા અને સંતુલન શોધવાની એક શ્રેષ્ઠ તક હશે. ટીમ મેનેજમેન્ટ બેટિંગ ઓર્ડર, ઓલરાઉન્ડ વિકલ્પો અને બોલિંગ સંયોજનોને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરશે. સંભવ છે કે અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ શ્રેણીમાં રમશે. રોહિત અને કોહલી ૨૦૨૭ વર્લ્ડ કપ પહેલા પોતાની લય અને ફિટનેસ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ શેડ્યૂલઃ ટેસ્ટ મેચઃ ૬ જૂન, ન્યુ ચંદીગઢ, સવારે ૯:૩૦ વાગ્યે, પ્રથમ વનડેઃ ૧૪ જૂન, ધર્મશાલા, બપોરે ૧:૩૦ વાગ્યે, બીજી વનડેઃ ૧૭ જૂન, લખનૌ, બપોરે ૧:૩૦ વાગ્યે, ત્રીજી વનડેઃ ૨૦ જૂન, ચેન્નાઈ, બપોરે ૧:૩૦ વાગ્યે.
ભારતના દિગ્ગજ ક્રિકેટરો વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસીની તારીખો નક્કી થઈ ગઈ છે. અફઘાનિસ્તાન ૨૦૨૬ આઇપીએલ પછી તરત જ ભારતનો પ્રવાસ કરશે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
