તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st March 2026
આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઇનલ જેવો જંગઃ જે જીતશે તે સેમિફાઇનલ માટે થશે કવોલીફાય
અત્યાર સુધીમાં વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડીઝ ભારત સામે ૪માંથી ૩ મેચ જીતી ઇડન ગાર્ડનમાં કોઇ દિવસ વર્લ્ડકપ મેચ હારી નથી વેસ્ટ ઇન્ડીઝ

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ અને રોમાંચક તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. આજે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સુપર-8 ની નિર્ણાયક મેચ રમાશે. આ મુકાબલો બંને ટીમો માટે 'વર્ચ્યુઅલ નોકઆઉટ' સમાન છે, કારણ કે આ મેચમાં વિજય મેળવનારી ટીમ સીધી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
ગ્રુપ 1 ના પોઈન્ટ ટેબલમાં અત્યારે રોમાંચક સ્થિતિ છે. વેસ્ટ ઇન્ડિઝની આફ્રિકા સામેની હાર અને ભારતની ઝિમ્બાબ્વે સામેની જીત બાદ આ મેચ ક્વાર્ટર ફાઇનલ જેવી બની ગઈ છે. જો ભારતીય ટીમ આજે વેસ્ટ ઇન્ડિઝને હરાવે છે, તો 4 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને રહીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. આ મેચનો વિજેતા 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામે બીજી સેમિફાઇનલમાં ટકરાશે.
આંકડાકીય દૃષ્ટિએ ભારતનો હાથ ઉપર જણાય છે, પરંતુ વર્લ્ડ કપના ઇતિહાસમાં વેસ્ટ ઇન્ડિઝનો રેકોર્ડ ડરામણો છે. કુલ T20 મુકાબલા: 30 (ભારતની 19 જીત, વેસ્ટ ઇન્ડિઝની 10 જીત, 1 ડ્રો) ભારતીય ધરતી પર 13 મેચમાં ભારત 8-5 થી આગળ છે. T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં વેસ્ટ ઇન્ડિઝનું પલડું ભારે છે. બંને ટીમો 4 વખત ટકરાઈ છે, જેમાંથી ભારત માત્ર 1 મેચ જીતી શક્યું છે, જ્યારે 3 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ વિજયી રહ્યું છે.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
