તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th February 2026
હું હજી પણ શેન વૉર્નને મારા બોલિંગના વિડિયો મોકલું છું, તેને મેસેજ કરું છું કે કાશ તું આ જોઇ શક્યો હોત : ઇશ સોઢી

નવી દિલ્હી : ભારતીય મુળના ન્યુઝીલેન્ડના લેગ-સ્પિનર ઇશ સોઢીએ એક ઇન્ટરવ્યુમાં મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. વર્ષો પહેલાં રાજસ્થાન રોયલ્સમાં ભૂતપૂર્વ મહાન સ્પિનર શેન વૉર્ન સાથે રમનાર ઇશ સોઢી આજે પણ ઑસ્ટ્રેલિયાના એ દિવંગત ક્રિેકેટરને પોતાના બૉલિંગના વિડિયો મોકલીને મેસેજ કરે છે.
૩૩ વર્ષનો ઇશ સોઢી કહે છે, ‘તેણે મને આઇપીએલ ર૦૧૦ દરમ્યાન ફિલપર કેવી રીતે નાંખવા એની યુક્તિઓ શીખવી હતી. હું આજે પણ મારા ફિલપર્સના વિડિયો શેન વોર્નને મોકલું છું. હું તેને મેસેજ પણ કરું છું કે, કાશ તું આ જોઇ શકયો હોત. દેખીતી રીતે તેને આ વિડિયો મળી નથી રહ્યા. કદાચ તે કોઇક રીતે મારી બોલિંગને જઇ પણ રહ્યો હોય. તે ભગવાન જેવો હતો. તે એક અદ્દભુત મેન્ટર હતો અને તેની આસપાસ રહેવું ખૂબ સરસ હતું. તે અદ્દભુત હતો.'
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
