તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
પાક.ની સેમીફાઇનલમાં હવે લગભગ નો એન્ટ્રી
જો પાક.ને સેમીફાઇનલમાં પહોંચવું હોય તો ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડને હરાવે તેવી પ્રાર્થના કરવી પડશે, શ્રીલંકા સામે પ્રથમ બૅટીંગ કરી ર૦૦ રન બનાવે, શ્રીલંકાને માત્ર ર૦ થી ૩૦ રનમાં ઓલઆઉટ કરવું પડે

નવી દિલ્હી : ટી૨૦ વર્લ્ડકપ-૨૦૨૬ના સુપર-૮ તબક્કાના રસાકસીભર્યા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને ૬૧ રને પરાજય આપીને સેમિફાઈનલની રેસમાં મજબૂત પકડ બનાવી લીધી છે. આ જીત સાથે જ પાકિસ્તાન માટે સેમિફાઈનલનું ગણિત અત્યંત ગૂંચવાળા જેવું બની ગયું છે, કારણ કે ન્યૂઝીલેન્ડનો રન રેટ હવે ઘણો ઊંચો થઈ ગયો છે જે પાર કરવો પાકિસ્તાન માટે અશકય સમાન જણાય છે.
હાલના પોઈન્ટ ટેબલ મુજબ પાકિસ્તાન માટે સ્થિતિ અત્યંત કપરી બની ગઈ છે. પાકિસ્તાન પાસે માત્ર ૧ પોઈન્ટ છે અને રન રેટ -૦.૪૬૧ છે. તેની સામે ન્યૂઝીલેન્ડ ૩ પોઈન્ટ અને +૩.૦૫૦ના પ્રચંડ રન રેટ સાથે બીજા સ્થાને છે. જો ઇંગ્લેન્ડ સામેની આગામી મેચમાં ન્યૂઝીલેન્ડ જીતે અથવા મેચ રદ થાય તો પાકિસ્તાન સત્તાવાર રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
જો પાકિસ્તાને સેમિફાઈનલમાં જવું હોય તો સૌથી પહેલા ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડને હરાવે તેવી પ્રાર્થના કરવી પડશે. ત્યારબાદ રન રેટના તફાવતને ઘટાડવા માટે શ્રીલંકા સામે અશકય લાગે તેવી જીત મેળવવી પડશે. જો પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરી ૨૦૦ રન બનાવે, તો શ્રીલંકાને માત્ર ૨૦ થી ૩૦ રનમાં ઓલઆઉટ કરવું પડે. જો લક્ષ્યનો પીછો કરવાનો આવે, તો ૧૫૦ રન જેવો સ્કોર માત્ર ૨ થી ૩ ઓવરમાં જ પૂરો કરવો પડે.
ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રન રેટમાં ૩.૫૧૧ નો વિશાળ તફાવત છે. પાકિસ્તાન માટે જે ગણિત સામે આવ્યું છે તે ક્રિકેટની રમતમાં અશકય જણાય છે. આથી, શ્રીલંકા સામેની જીત બાદ ન્યૂઝીલેન્ડનું સ્થાન લગભગ નિヘતિ માનવામાં આવે છે અને પાકિસ્તાન સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયું છે
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
